Saturday, February 26, 2011

અવતરણ

ત્રણે માતાઓ પણ પોતાના દિવસો આવનાર મહેમાનોના વિચારો કરવામાં પસાર કરવા લાગી..
આખરે એ ધન્ય દિવસ પણ આવી પહોચ્યો....
અવકાશમાં પણ  બધા દેવી-દેવતાઓ એ ધન્ય ઘડીની વાટ જોતા હતા...
ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી નો દિવસ...
હરિશ્રી વિષ્ણુએ સમગ્ર જગતના જાણે શ્વાસ થંભાવી દીધા..
નદીઓ વહેતી અટકી ગઈ...પવન  વાતો બંધ થયો..
સાગરના મોજા હિલોળા લેવાનું  ભૂલી ગયા..
પશુ-પક્ષી જાણે આજ પ્રભુના અવતરણ ટાણે સામાન્ય જીવ મટીને
ધૈર્યધાર તપસ્વી બની બેઠા..
અને  મહારાણી કૌશલ્યાજી  એ   શ્રી હરિના  દર્શન પામ્યા...
હરિ વદેછે..
"સ્મરણ છે દેવી? આગલા જન્મમાં તમે અદિતિના રૂપમાં મારી પાસે વરદાન
માગ્યું હતું કે આપના જેવા પુત્રની હું માતા બનું..
પરંતુ મારા જેવું તો કોઈ જ નથી એટલે હું જ આપના પુત્રરૂપે આવુછું..."

"મારા ધન્ય ભાગ્ય,પ્રભુ! પરંતુ  હવે તમે બાલરૂપમાં  પ્રકટ થાઓ..." કૌશલ્યાજી
હાથ જોડીને બોલ્યા...
અને ચંદ્રમુખી બાળકના રુદનથી સુનો મહેલ ગાજી ઉઠ્યો...
અવકાશમાંથી દેવીદેવતાઓએ પ્રતીકાત્મક પુષ્પવર્ષા કરી....

થોડીવારે એક દાસીએ આવીને મહેલના ઝરૂખામાં આંટા
મારતા  દશરથજીને વધામણી આપીકે તેઓ એક સુંદર   પુત્રના
પિતા બન્યા છે...દશરથજીએ  તરત તેમના ગળાને શોભાવતો હાર દાસીને  આપ્યો....
ત્યાતો મંથરા સહીત બીજી દાસીએ  આવીને વધામણી ખાધીકે કૈકેયીજીએ પણ
એક પુત્રને જન્મ આપ્યો છે....તેમનો  હરખ હજુ પૂરો બહાર પડ્યો ન  પડ્યો
કે સુમીત્રાજીના કક્ષમાંથી આવતી દાસીએ કહ્યુકે તેઓ વધુ બે પુત્રોના પિતા બન્યા
છે..

Sunday, February 20, 2011

પ્રારંભ

જય  સીયારામ ..
ભારતની ભૂમિ એ આદિકાળથી દેવોની પ્રિય ભૂમિ રહેલી છે.
તેમાં પણ જગતના પાલનહાર એવા શ્રી હરિ એ જગતનો  ઉદ્ધાર કરવા   ઘણા અવતારો લીધા ..
તેમના બે રૂપ-શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ તો ભારતીયોના હદય- સમ્રાટ  છે..
બંને રૂપ એક બીજાથી તદ્દન ભિન્ન..
એક માખણચોર ગણાયા તો  બીજા મર્યાદા પુરુષોત્તમ ગણાયા..
કોઈએ ઠીક જ કહ્યું છે કે  શ્રીરામ કરે તેમ કરો અને શ્રીકૃષ્ણ કહે તેમ કરો..
કારણકે શ્રીરામ જેવા  આદર્શ વ્યક્તિત્વનું માત્ર સ્મરણ જ  કેટલાયે દુઃખને દુર કરવા
સક્ષમ છે....
તેમના પરમ સાનિધ્યની ઝડીમાં  ક્યાંક-ક્યાંક કોરી  રહી ગયેલી આત્માને ભીંજવીએ...

પ્રાચીન ભારતવર્ષ માં અયોધ્યા નામે એક સુંદર નગરી હતી..
તેના મહારાજ દશરથ પ્રજાવત્સલ હતા અને તેમની ન્યાયપ્રીયતાની તોલે કોઈ આવી શકે
તેમ ન હતું..
તેમને ત્રણ રાણીઓ-કૌશલ્યાજી  , કૈકેયીજી  અને સુમિત્રાજી . પરંતુ ત્રણ-ત્રણ રાણીઓ હોવા છતાં મહારાજ
પુત્ર-પ્રાપ્તિથી વંચિત હતા..
આ માટે તેમણે એક યજ્ઞ  કર્યો...જેના અંતે એક દિવ્ય-પુરુષ પ્રસાદી સાથે ઉદભવ્યા..
आस भरा विश्वास भरा, दशरथ के हाथोमे  खीर का प्याला..
पहला भाग महाराजाने महारानिके हाथमे डाला..
दूसरा भाग दिया कैकेयीको, मानो भाग बदलने वाला.
कौशल्या कैकेयिने सुमित्राके नामका एक-एक भाग निकाला..
મહારાજે ત્રણે રાણીઓને સરખા ભાગ આપ્યા.. પરંતુ સુમિત્રાજીનો ભાગ અચાનક આકાશમાંથી
આવેલ એક સમડી લઇ ગઈ...
આ ઘટનાથી અચંબિત બંને રાણીઓએ પોતાનામાંથી અડધો-અડધો ભાગ સુમિત્રાજી ને આપ્યો.
જે ભાગનું પાત્ર સમડી લઇ ગઈ હતી, તે વાયુદેવના પ્રતાપે  દુર એક પર્વત પર તપ કરતી અંજની નામની અપ્સરાના ખોળામાં જઈને પડ્યો..
પ્રસાદીના પ્રતાપે ત્રણે રાણીઓને સારા દિવસો રહ્યા અને મહારાજ તેમના મહેલમાં
કિલકારીઓની વાટ જોવા લાગ્યા... 





Wednesday, February 16, 2011

પ્રસ્તાવના

જય સીયારામ ...
નમસ્કાર...
આમ તો આજની જીવન- ઘટમાળમાં આપણી પાસે  ખુદની માટે પણ સમય હોતો નથી,
તેવામાં ઈશ્વર તો ક્યાંથી યાદ આવે!
પરંતુ માળાને છોડીને ગયેલું  કબુતર જેમ આખરે તો ત્યાંજ પાછું આવે, તેવી રીતે આપણે બધા પણ એક દિવસ ત્યાંજ ભેગા થવાના.....
અને દુનિયાના આવડા મોટા મહેરામણમાં  ખોવાઈ  ન જવાય તે માટે સારા સંગાથની જરૂર હોય છે.
"સોબતથી ગુણ આવેછે, સોબતથી ગુણ જાયછે.."
એમ કહેવાયછે કે તમારા જીવન પર સૌથી વધુ પ્રભાવ તમારી સોબતનો પડે છે..
'શ્રીરામ',જેમના સંગાથે ભક્ત હનુમાનને ભગવાન બનાવી દીધા..!!
'શ્રીરામ', જેમના સ્પર્શ માત્રથી ખડક બનેલી અહિલ્યામાં પ્રાણનો સંચાર થયો..!!
'શ્રીરામ', જેમના માત્ર નામથી પત્થરો પણ પાણી પર તરી ગયા..!!
'શ્રીરામ',જેમના નામનું ઉચ્ચારણ કરવાથી મનને આરામ મળેછે..!!
આ વ્યસ્ત જીવનમાં,જેમાં સારી સોબત મુશ્કેલ બની ગઈ છે!..
તો આવો,થોડો સમય વિતાવીએ પ્રભુ શ્રીરામના ગુણકારી સાનિધ્યમાં....._/\_
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth