Sunday, November 27, 2011

ગૃહ પ્રસ્થાન...

જય સિયારામ..

રથ આશ્રમના પ્રવેશદ્વારે ઉભો રહ્યો અને સુમંતજી થોડા સેવકો સાથે નીચે ઉતર્યા.....
ગુરુદેવને પ્રણામ કર્યા..અને આસન ગ્રહણ કર્યું...
થોડી વારમાં અયોધ્યાના રાજકુમારો રાજસી વસ્ત્રોમાં સુશોભિત થઈને ,કરમાં ધનુષ-બાણ લઈને બધા સામે પ્રકટ થઇ રહ્યા..આશ્રમમાં તો જાણે વસંત ઉતરી હોય તેવું વાતાવરણ સર્જાયું..
રામજી સહીત બધા ભાઈઓ ગુરુમાતા પાસે પહેલા આજ્ઞા લેવા ગયા..
ગુરુમાતા ભાવ-વિભોર થઇ ગયા.કહે, " વર્ષોથી મારું માત્ર આ જ કાર્ય રહે છે..વાત્સલ્યથી પાળેલા સંતાનો એક દિવસ નિજ-ગૃહે પ્રસ્થાન કરે છે..તમે બધા મને છોડીને જતા રહેશો પછી ફરી તમારા જેવું કોઈ આવશે,મારે તો તેની જ વાટ જોવાની...."

राम हे जगमे अन्योत्तम,
कोई रामके जैसा और न होना..
राजीव-लोचन , स्नेहिल , कोमल
पावन ,सुन्दर, सरस-सलोना...
राम-सी निधि आँचलमें जो आये,
 तो चाहे कोन उस निधिको खोना..
राम-बिछोह्की बेला पर नहीं रोके रुके गुरुमातका रोना..
माताका  मनतो वैसे ही भावुक, पत्थर को भी आ जाये रोना.


ગુરુદેવને પ્રણામ કરી, તેમની ચરણરજ લીધી..બધા મિત્રોને મળ્યા બાદ ગુરુદેવ સાથે ચારે કુમારો ચાલી નીકળ્યા..અને આશ્રમને રડતો છોડી ગયા..

ભાઈઓનો રથ હવે  અયોધ્યા તરફ વળ્યો..
અવધમાં તો અનેરા ઉત્સવ જેવું વાતાવરણ છે..

अयोध्यामे आनंद छायो हे, चारो राजकुँवर घर आये हैं....

"સાવધાન.,
સૂર્યવંશી મહારાજ દશરથના ચારે રાજકુંવરો ગુરુદેવ વશિષ્ઠજીની સાથે  અયોધ્યાની સરહદે પધારી રહ્યા છે...",સરહદે રહેલા સૈનિકની સુચના આખા અયોધ્યામાં પ્રસરી રહી...


જય સિયારામ..


Friday, November 11, 2011

શિક્ષા પુર્ણાહુતી..

જય સિયારામ

ગુરુજીએ એક છેલ્લી શિક્ષા આપતા હતા..પોતાના આશ્રમમાં રહેલી નંદિની ગાય વિષે બધાને માહિતી આપતા હતા. નંદિની એ સમુદ્ર-મંથન સમયે પ્રાપ્ત થયેલ ગાય-કામધેનુની પુત્રી હતી..નંદિની ખુબ જ મુલ્યવાન હતી..પોતાની ઈચ્છા મુજબ ધારે તે કરી શકતી.
ઋષિએ તેમને એક જૂની કથા કહી સંભળાવી:
એક સમયની વાત છે..જયારે ઋષિ વિશ્વામિત્ર મહારાજ હતા..તેઓ એક યુદ્ધ જીતીને પોતાના સેનાનીઓ સાથે આશ્રમે આવેલા..ગુરુ વશિષ્ઠએ વિવેક કરતા કહ્યું,"મહારાજ,આપ અહી વિશ્રામ કરો..ભોજન લઈને જશો."
આ વાત સાંભળી રાજા વિશ્વામિત્રને અહંકાર થયો.કહે,"ગુરુદેવ, અમારી  સાથે અમારી  આખી સેના છે..અને એમના વિશ્રામની વાત તો દુર રહી, પણ તમે એમને અલ્પાહાર પણ નહિ આપી શકો.."
આમ કહી  તેઓ અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
આ વાતે ઋષિ પણ હસ્યા..પરંતુ આ શું? ઋષિ વશિષ્ઠની પરિસ્થિતિ સમજી ગયેલી નંદિનીએ પોતાની દિવ્ય શક્તિ દ્વારા મહેલ ઉભો કરી દીધો અને બત્રીસ જાતના ભોજન પણ બની ગયા...
પોતાની આંખ સામે આવો ચમત્કાર જોઈ મહારાજ વિશ્વામીત્રથી રહેવાયું નહિ.તેને ગુરુજી ને કહ્યું,"આવી કીમતી ગાય અહી શું કરેછે? આને તો અમારી પાસે હોવું જોઈએ..."-આમ કહી તેઓ નંદિનીને લેવા ધસ્યા..
નંદિનીએ વશિષ્ઠજીને હાથ જોડ્યા...,"મારી આમની પાસે જવાની ઈચ્છા નથી..આપ તેમને રોકો.."
વશિષ્ઠજીએ  મનોમન ઉત્તર વાળ્યો,"અત્યારે તેઓ અમારા અતિથી છે.મારાથી એમને ના ન પાડી શકાય.."
નંદિનીએ ફરી મનોમન કહ્યું,"પણ હું તો મારી રક્ષા કરી શકું ને?"
ગુરુજીની આંખોમાં તેને હકાર દેખાયો...ગાયને  દોરી વડે ખેચતા રાજા વિશ્વામિત્રનું બળ પળમાં ગાયબ થઇ ગયું...નંદિનીએ એક ડગલું પણ ન ભર્યું..
આ જોઈ વિશ્વામિત્રને ગુસ્સો આવ્યો...તેણે ગાયને ગુસ્સામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો..
પરંતુ નંદિનીએ તેની  દિવ્ય શક્તિથી રાજા પર ચક્ર ચલાવ્યું...
 વિશ્વામિત્ર રાજાએ સામે ઘાતક શાસ્ત્ર ઉપાડ્યું., પણ ચક્ર સામે તેઓ ફાવ્યા નહિ..આખરે પરાજિત થઈને તેઓ ગાયના પગમાં પડ્યા.અને ગુરુદેવ પાસે ક્ષમા માંગી.
नंदिनिने अपनी रक्षाका मुनिवरसे आदेश जो पाया,
लोभी अहंकारी राजापे क्रोधित होकर चक्र चलाया..
विश्वामित्रने प्रत्युत्तरमे गौ पर घातक शास्त्र उठाया,
लज्जित होके पराजित होके अभिमानिने शीश जुकाया,
लज्जित होके एक राजाने गौ के आगे शीश जुकाया..


આ ઘટના બાદ વિશ્વામિત્ર રાજાએ રાજપાટ  છોડી ભગવદ-સ્મરણમાં ધ્યાન લગાવ્યું અને સ્વયં એક સિદ્ધ મહર્ષિ બની ગયા છે..--ગુરુદેવે કહ્યું.

હજુ ગુરુદેવે વાત પૂરી કરી ના કરી ત્યાં એક શિષ્ય દોડતો આવ્યો કહે,"ગુરુદેવ, જલ્દી ચાલો..એક રાજા નંદિનીને બળજબરી પૂર્વક લઇ જઈ રહ્યા છે.."
બધા તાબડતોબ ત્યાં પહોચ્યા..જઈને જુએછે  તો એક રાજા નંદિનીને લઇ જતા હતા..ગુરુદેવે તેમને સમજાવ્યા, પણ તે ન માન્યા..આ જોઈ આશ્રમના શિષ્યો  સહીત ચારે સૂર્યવંશીઓએ ધનુષ-બાણ લઇ લીધા.. રાજાનો પડકાર સાંભળી બીજા શિષ્યો પાછા ખસી ગયા પરંતુ રામજી સહીત ચારેએ તેના પર બાણ ચલાવવા પ્રયત્ન કર્યો.
આ જોઈ ઋષિજી હસ્યા....કહે,"ધન્ય છે ચારે યોદ્ધાઓને....રામ, આ રાજા મારા શિષ્ય રહી ચુક્યા છે..આ તો એક કસોટી હતી,જેને તમે ચારેયે બહુ ખુબીથી નીભાવીછે..હવે તમારી બધી પ્રકારની શિક્ષા પૂર્ણ થઇ..."

 ઋષિજીનું વાક્ય પૂર્ણ થાય એ પહેલા અયોધ્યાનો રથ ધૂળ ઉડાડતો આશ્રમના પ્રવેશદ્વારે આવી પહોચ્યો...


 જય સિયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth