Sunday, January 15, 2012

અહિલ્યા ઉદ્ધાર..

જય સિયારામ...

તાડકાને મુક્તિ અપાવ્યા બાદ પ્રભુ બીજા એક વનમાં આવી પહોંચ્યા.
આ વન સ્મશાન જેવું ભાસતું હતું..અને દુર એક ખંડિત આશ્રમ જેવું લાગતું હતું.
આ જોઈ લક્ષ્મણ-જી બોલ્યા,"ગુરુશ્રેષ્ઠ, આ તો કોઈ શાપિત આશ્રમ જેવું લાગેછે."

ગુરુજી-,"હા..આ ગૌતમ-ઋષિથી શાપિત આશ્રમ છે..એક સમયની વાત છે,જયારે ગૌતમ ઋષિ તેમની અત્યંત સ્વરૂપવાન ભાર્યા અહિલ્યા સાથે અહીં  રહેતા હતા., એક વાર ઇન્દ્રએ અહિલ્યાને જોઈ., તેના વિચારો ડગમગવા લાગ્યા.
रूप अहिल्याका अमिट, आकर्षक अनमोल,
देखा तो हुआ इन्द्रका मन भी डामाडोल, आसन से गया डोल...



જયારે ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા, ત્યારે તે ઋષિ ગૌતમનું રૂપ લઈને અહિલ્યા પાસે આવ્યો..
જયારે ઋષિ પાછા ફર્યા , ત્યારે તેમણે દુરથી બંનેને આવતા જોયા..અહિલ્યા પણ બંનેને એક સાથે જોતા મૂંઝવણમાં મુકાઈ..
ઋષિએ કમંડળમાંથી જળનો છંટકાવ કર્યો અને ઇન્દ્રને મૂળ સ્વરૂપમાં ઓળખ્યો.
અહિલ્યા રડમસ અવાજે ઋષિના ચરણ પકડીને બોલી,
"ક્ષમા,રિશીવર.., મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ..પરંતુ હું નિર્દોષ છું."
પરંતુ ક્રોધિત એવા ઋષિજીએ અહીલ્યાને શાપ આપ્યો કે તું શિલા બની જઈશ..

ત્યારથી અહિલ્યા શિલા રૂપે આપની પ્રતિક્ષા કરી રહી છે.."-વિશ્વામીત્રજી શ્રીરામ સામે જોતા બોલ્યા..

શ્રીરામ-"આપ આ શું કહોછો, મને કંઈ નથી સમજાતું..મારી પ્રતિક્ષા?"

ગુરુદેવ-"રામ, સમાજમાંથી ઠુંકરાયેલાઓ અને દુર્ભાગ્યશાળી ને સમાજમાં ફરીથી પ્રતિષ્ઠિત કરનાર જ મહાન હોય છે. શાપ તો કોઈ પણ આપી શકેછે., પરંતુ આશીર્વાદ આપવાની શક્તિ એમનામાં જ હોય છે, જેમનું તપોબળ એમના આશીર્વાદની પાછળ શક્તિ બનીને ઉભું હોય છે..અને પડેલાઓને ઉઠાવવા કોઈ સહેલું કામ નથી,રામ...હવે તારે જ તારા તપોબળથી અહિલ્યાનો ઉદ્ધાર કરવાનો છે.."


શ્રી રામ-"હું ઉદ્ધાર કરીશ? કેવી રીતે ગુરુદેવ?"

ગુરુજી-" ખડક બનેલી  ઋષિપત્નીનો તારા ચરણોથી સ્પર્શ કરીને..."

अन्जानेकी भूमिका करते हैं श्रीराम, गुरुवरकी  सन्तुस्टीको पूर्ण करे सब काम,
राम स्वयं निष्काम...


राम इसी असमंजसमें हैं, गुरुकी वाणी कैसे फलेगी?
ऐसा मेरे चरनोमे क्या हैं कि, स्पर्शसे जिनके अहिल्या तरेगी...
पावन पद-पंकजकी रज ही, संजीवनिका काम करेगी,
गंगा-प्लावित इन चरनोसे कौनसी बात हैं जो ना बनेगी..,
सारे  जगको जिन्होंने तारा, उनसे अहिल्या क्यों ना तरेगी?!!

અને શ્રીરામે શિલા પર પગ મૂકતા જ તે સુંદર નારી બની ગઈ..,
गौतम रिशिके शापसे, नारी हुई पाषाण,
रामचरणके स्पर्शसे भरे शिलामे प्राण, सहज हुआ कल्याण..



click here to watch ahilya uddhar from Ramayan...

હાથ જોડીને વદી,

"में धन्य रिशिने क्रोध में भी करदिया मेरा भला,
मुजको दिया जो शाप वह, वरदानसे बढ़कर फला..
प्रभु, पतितपावन, मुज अपावनको शरणमे लीजिये,
अब पाद-पंकज-स्पर्शसे वंचित कभी मत कीजिये...."



પ્રભુને પ્રણામ કરી તે પણ અંતર્ધ્યાન થઇ ગઈ...હવે બધાએ  વિશ્વામિત્રજીના આશ્રમનો માર્ગ લીધો...

હવે માતા અંજનીના પુત્ર મારુતિ પણ સૂર્યદેવ પાસેથી શિક્ષા લઈને
કિષ્કિન્ધા નગરમાં પહોચી ગયા હતા, હવે પ્રભુ સાથે તેમના મિલન આડે થોડા જ વર્ષો
બાકી હતા...

જય સિયારામ...
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth