Friday, April 20, 2012

સિયા સ્વયંવર con..2

જય સિયારામ..

જનકજીના વચન સાંભળી લક્ષ્મણ જીનો  ક્રોધ આસમાને આંબી ગયો. હવે તેમનાથી રહેવાયું નહિ..
તેઓ તુરત જ મધ્યસભામાં આવી પહોચ્યા અને ત્રાડ પાડી,"મહારાજ જનક!!"
તેમની ત્રાડનો પડઘો સભામાં વિખેરાઈ રહ્યો!!!
"મહારાજ જનક!, હું જાણું છું કે આપનું પ્રણ પૂરું ના થવાથી તમે ચિંતિત છો..
પરંતુ નિરાશ ચિત્તે પણ તમારે એમ નહોતું બોલવું જોઈતું કે પૃથ્વી પર કોઈ યોદ્ધો નથી...,
કે જયારે આપની સભામાં રઘુકુળ શિરોમણી શ્રીરામ બિરાજમાન છે..!!
તેઓ બ્રહ્માંડને ગેંદની જેમ ઉછાળી શકેછે! 
મહારાજ, આપનું પ્રણ અહી છે, અને પ્રણના પ્રાણ એવા શ્રીરામ ત્યાં છે..અને તમે એ પ્રણ ને 
ત્યાગવાની વાત કરોછો?"
ઉર્મિલાને લક્ષ્મણ સામે એકીટશે જોતા વચ્ચે માલ્વિકાએ મશ્કરીમાં  પૂછી લીધું,"ઉર્મિલા, 
તારા પ્રાણ કયાછે??"

આ પૂરી  ઘટમાળમાં જાનકીજી એ શ્રીરામ સામે જોયું.અને જાણે મનમાં કહ્યું,"
ઉઠો રઘુનાથ!"
શ્રીરામે  પણ મનસા જ ઉત્તર આપ્યો,'હું વિવશ છું,દેવી! ગુરુની આજ્ઞામાં છું...તેઓ મને
આજ્ઞા ન  આપે ત્યાં સુધી હું કઈ જ ના કરી શકું..!'

વિશ્વામીત્રજીએ લક્ષ્મણને શાંત કર્યાં અને શ્રીરામને આજ્ઞા કરી,"જાઓ રામ!
ઉઠો અને શિવજીના આ મહાન ધનુષ પર પ્રત્યંચા ચઢાવો.."
શ્રીરામ પોતાના મંચથી ઉભા થયા ,સીતાજી તરફ જોયું..
અને ધનુષ તરફ ડગ માંડ્યા....બધાની આંખો  આતુરતાથી એ તરફ 
અપલક જોઈ રહી છે...

જય સિયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth