Sunday, March 20, 2011

બાલ સ્વરૂપ ઝાંખી

જય સીયારામ..
 બધી દાસીઓએ ભેટ પામી અને રાજાજી પોતાના પુત્રોના  મુખમંડળ જોતા ચકિત રહી ગયા..
જાણે તેમના નાનકડા પુત્રોએ તેમની બંધ મુઠ્ઠીમાં સમગ્ર વિશ્વને જકડી રાખ્યુંછે..
સમય વીત્યો..રાજગુરુ વશિષ્ઠજી  પધાર્યા અને ચારે બાળકોના નામકરણ સંસ્કાર થયા..
વશિષ્ઠજી કહેછે  ,"રાજન, તમારા ચારે પુત્રો ખૂબજ ગુણવાન થશે અને સમગ્ર વિશ્વ એકદિવસ
તેમને તેમના વચન અને આદર્શો થી ઓળખશે..આપના જયેષ્ઠ પુત્રનું નામ હશે-'રામ'.
.જે જગત સામે અનોખા જ આદર્શો પ્રસ્થાપિત  કરશે..કૈકેયી સુત 'ભરત' એમના મોટા ભાઈના
પગલે પગલે ચાલશે..
અને સુમિત્રાજીના બંને પુત્રો ના નામ અનુક્રમે 'લક્ષ્મણ'  અને 'શત્રુઘ્ન'  હશે જે પણ સદા
તેમના ભાઈઓનો આદર કરશે અને તેમને જ સમર્પિત રહેશે.."
કૈકેયીજીએ  'મારો રામ' કહી નાના રામને ગળે લગાડ્યા..

આ બાજુ અંજની નામની અપ્સરા ના ઘરે પણ ઈશ્વરના રુદ્ર સ્વરૂપે જન્મ લઇ લીધો હતો..
જેમનું નામ 'મારુતિ' રાખવામાં આવ્યું.. તેમના તાતનું નામ 'કેસરી' હતું જે વાનરરાજ તરીકે
ઓળખાતા હતા જયારે અંજનીજી એક શાપિત અપ્સરા હતા જે ઈચ્છાધારી હતા અને
અત્યારે તો તેમને મર્કટી સ્વરૂપે રહીને પ્રભુનું કામ કાર્ય કરવાનું હતું...

સમયનું ચક્ર ફર્યું..ધીમે ધીમે ભગવાનની બાલ સ્વરૂપે લીલાઓ ચાલુ થઇ..તે જ રીતે
તેઓ ચાલતા શીખેછે..
Video for Thumak chalat Ramchandra..
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय..ठुमक चलत रामचंद्र..
ठुमक ठुमक चले...उठत गिरत चले रामजी हमारे..
एक पग दो पग,पद पद चलना सीखे  रामलला प्यारे..
रुनजुन  रुनजुन  ..पैजनी की धुन सुन .. सब मन हारे...
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय..
मैया...में तो चन्द्र खिलौना लेहु..
हाथ लगा विना उनसे खेले..यु ही पड़े सोने-चाँदी के खिलोने..
गोरे गोरे चांदको मांगे..आप प्रभुजी का रंग सलोना..
राम की हठ पर..लाल की हठ पर..
             बाल की हठ पर, मैया जलमे चन्द्रमा उतारे..
छप छ्प छप छप..चांद्से  खेले अवध के दुलारे..
रुनजुन रुनजुन पैजनी की धुन सुन सब मन हारे..
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय........
એક વાર નાના રામજી એ હઠ પકડી કે મારે ચાંદો જોઈએ છીએ..કૌશલ્યાજી એ તેમને
 બહુ  સમજાવ્યા ચંદ્ર તો ખુબ દુર હોય ત્યાંથી કેવીરીતે લવાય..પરંતુ બાલહઠ એ બાલહઠ ..
આખરે કૌશલ્યાજી એ તેમની પાસે જળ ભરેલી થાળી મૂકી..અને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ ઉતાર્યું..
આ જોઈ રામજી રડતા બંધ થયા અને જળ માંના શશિ થી રમવા લાગ્યા..

જય સીયારામ..

1 comment:

  1. THIS IS A VERY VERY VERY GOOD WRITTEN ARTICLE..
    I READ THIS ALL AND I WILL READ THIS TILL YOU WILL CONTINUE THIS JOB..THANK U N KEEP WRITING..

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth