જય સિયારામ...
અહી આશ્રમમાં તો રામજી અને તેમના ભાઈઓ પોતાના સાલસ સ્વભાવથી થોડા દિવસોમાં બધાના માનીતા થઇ ગયા, ખાસ કરીને ગુરુમાતાના..
ધીમે ધીમે કરીને બાળકો આશ્રમની માયાથી બંધાતા જતા હતા..અને હવે ઘરની યાદ પણ ઓછી આવતી હતી..ચારે કુમારો હવે પહેલા કરતા વધુ સમજદાર અને પરિપક્વ થતા જતા હતા..
ગુરુદેવ વશિષ્ઠે પણ તેમને ધનુર્વિદ્યા શીખવવાનું શરુ કરી દીધેલું..
એક વાર તેઓ બધા શિષ્યોને લઇ આશ્રમની બહાર આવ્યા..,જ્યાં એક પુતળાને રાખેલું હતું..
તેઓ પુતળા પાસે ગયા અને બોલ્યા,"આ પુતળું એ એક દુરાચારી છે તેમ માનો..તે વડીલોનો આદર નથી કરતો..બધાને રંજાડવાનું કામ કરેછે..અને ક્યારેય ધર્મનું આચરણ નથી કરતો...તેના હોવા કે ના હોવાથી કોઈ જ પૃથ્વીવાસીને કોઈ ફરક નથી પડવાનો કેમકે તે કશું સારું કરતો નથી..
આવા સમયે તમારું કર્તવ્ય શું હોઈ શકે.? એક ક્ષત્રિય તરીકે..અને એક સમાજના ઉત્તરદાયી નાગરિક તરીકે..??"
બધા શિષ્યોએ અલગ-અલગ જવાબ આપ્યા..છેવટે સૂર્યવંશીઓનો વારો આવ્યો...લક્ષ્મણજી કહે,"ગુરુજી, આને હવે જીવિત રહેવાનો કોઈ હક નથી, એને મૃત્યુદંડ મળવો જોઈએ.."..લક્ષ્મણને આવતા ગુસ્સાને જોઈ ગુરુજીએ સ્મિત કર્યું..
પછી રામજીને પૂછ્યું,"રામ, તારું શું કહેવું છે પુત્ર?"
રામજી બોલ્યા,"ગુરુદેવ, મારે આ પાપી સાથે કોઈ શત્રુતા નથી! મને તેના પાપ સાથે શત્રુતા છે..જો તેને એ વાતનું ભાન થઇ જાય કે એ જે કરેછે તે બરાબર નથી, તો તેને સમાજે માફ કરી દેવો પડે..પણ જો તે ન માને તો તેને દંડ આપવો જોઈએ.."
ગુરુજી-"એમ માન કે એને કોઈ પસ્તાવો નથી તેને જે કરે છે એમાં..તો હવે તું શું કરીશ?"
આ સાંભળી રામજીએ ધનુષ નો ટંકાર કર્યો..કહે ,"તો હવે મારું તીર છે અને તેનું મસ્તક છે.."..ગુરુજીની આંખોમાં હકાર પારખી તેમને વીજળીવેગે તેમનું બાણ છોડ્યું..અને પેલા પૂતળાના ચૂરે-ચુરા થઇ ગયા..
"રામ, તું ભવિષ્યમાં એક પ્રખર પરાક્રમી રાજા બનીશ..મારા આશીર્વાદ છે, તારા તીરોનો કોઈ સામનો નહિ કરી શકે!"-પ્રસન્ન ગુરુદેવ આશીર્વાદ આપતા બોલ્યા..
રામજીના વિચારો જેટલા દ્રઢ છે એટલું જ તેમનું હૃદય કોમળ અને પ્રેમાળ છે..સાંજે તે સરસ્વતીમાતાની આરતીમાં જોડાયા અને વીણા વગાડવા લાગ્યા..તેમની વીણાના તાલે બધા આશ્રમવાસીઓ ડોલી ઉઠ્યા..
અને મિથીલામાં પણ પોતાના ગુરુમાતા પાસે નૃત્ય શીખતા નાનકડા સીતાજી અચાનક ડોલી ઉઠ્યા..અને જાણે કોઈ નૃત્ય-પ્રવીણ હોય તેમ નૃત્ય કરવા માંડ્યા..
वीणावादिनी मात के सन्मुख राम बजा रहे मादक वीणा..
सुन रहे गुरु और गुरुकुलवासी माता वर्णहु आ रसभिना..
मनसे मनके तार जुड़े , और सीता हुई श्रीराममे लीना..
बेसुध बनकर नाचे ऐसे जेसे कोई नृत्य-प्रवीणा..
નૃત્ય કરતા કરતા સીતાજી અચાનક વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ ઢળી પડ્યા..બધી સખીઓ અને ગુરુમાતા તેની પાસે દોડી ગયા..
ઉર્મિલા કહે,"સીતે, આ અચાનક તને શું થઇ ગયું હતું? તું કેમ નૃત્ય કરવા લાગેલી?"
"ખબર નહિ! મને લાગ્યું કે કોઈ મારા માટે વીણા વગાડી રહ્યુછે.."-ભગવાન સામે જોતા સીતાજી બોલ્યા..
જય સિયારામ...
No comments:
Post a Comment