Saturday, March 31, 2012

સિયા સ્વયંવર continue..

જય સિયારામ..  

દ્વારપાળે વૈદેહીના આગમનની સુચના આપતા જ બધા અતિથીઓની નજર ત્યાં દોડી ગઈ..
થોડી ક્ષણો બાદ દ્વાર પર સીતાજીએ તેમની માતા અને સખીઓ સાથે પ્રવેશ કર્યો..
જાણે ત્રિભુવનની સ્વામિની તેમના ગણ સાથે આવી રહી છે..
બધા રાજાઓ તેમની વિવેક બુદ્ધિ હારીને સુંદરતાના જગતના આ અંતિમ આશ્ચર્ય સમાન
 સિયાજીને નિહાળી રહ્યા..
સીતાજી ઢળેલી નજર સાથે, મનમાં રામચંદ્રજીની સમર્ચા કરતા ધીમે ધીમે આગળ વધ્યા..
તેમને લક્ષ્મણ શ્રદ્ધા ભાવથી અને વિશ્વામીત્રજી વાત્સલ્યભાવથી જુએછે..
પિતાજીને પ્રણામ કર્યા બાદ તેઓ પણ નિજ સ્થાને બિરાજ્યા..
કમળના પત્ર પર જેમ કમળ ગોઠવાય, એમ પોતાના  આસને બેસીને પ્રથમ વાર
જાનકીએ નજર ઉચી કરી સભાને જોઈ..
પોતાને વરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓમાંથી તેઓની નજર શ્રીરામને
શોધી રહી, પરંતુ તે ક્યાય દેખાયા નહિ..
આખરે ચિંતિત આંખો લજામણીના છોડને પણ શરમાવે તેવી નજાકતથી ઢળી ગઈ...
સીતાજીને શાંતિ થઇ કે રામજી પણ અહી જ છે..
હવે રાજા જનક પોતાના બળનું પ્રદર્શન કરવા -શિવ ધનુષ "ત્ર્યમ્બક" પર પ્રત્યંચા ચઢાવવા  એક પછી એક રાજાને નિમંત્રણ આપેછે..
પોતાના બળનું અભિમાન ધરાવતા રાજાઓની કથા કંઈક આવી જ હશે...



जनकराजका प्राण सुन आये, सिया-प्राप्तिको सब ललचाये...
एक चन्द्र-अनगिनत चकोरा, कसके कमर चले धनु औरा...
शिवधनुष कैलाश जैसा भारी, जो उठाले ऐसा कौन बलधारी?!!
आये बड़े बड़े शूर, अभिमान में चूर,हाके बड़ी बड़ी धिग सच्चाई से कोसो दूर...
कोई जितका दिखे न अधिकारी..


शिवधनुष पहाड़ जैसा भारी, जो उठाले ऐसा कौन बलधारी?!!


दमकी ताक ताकि शिवधनु धरही,उठही न कोटि भाँती बल करही!

जिनके कछु विचार मन माहि..चाप समीप महिपा ना जाहि..


ये है अपने नगरके राजा, जगमें इनकी कीर्ति अपार...
शिवका धनुष उठाने आये, उठे नहीं अपना ही भार..!
तनमे जितनी शक्ति नहीं है, उससे कहीं अधिक हुंकार..
शिवका धनुष यूँ चले उठाने, जैसे हो फूलोका हार!!


सन्मुख धनुषके आये, शक्ति प्राणोंकी  लगाये...
शिव धुष उठे न ,अपयश ही उठाये...
इनपे प्रजा हस रही सारी...


शिवधनुष पहाड़ जैसा भारी, जो उठाले ऐसा कौन बलधारी?!!


એક પછી એક રાજાઓ આવ્યા, વીરો આવ્યા..પ્રત્યંચા ચઢાવવાની વાત તો દુર,
કોઈ શિવ-ધનુષ ઉચકી પણ નથી શકતું...
મોટી મોટી ડંફાસો કરતા અસુરો પણ હારી ગયા..
કેટલાયે ધનુષ ઉચકવાની લ્હાયમાં ભોંયે પટકાયા..અને મનોરંજનનું પાત્ર બન્યા..
આવેલા અતિથીઓમાંથી કોઈ પણ પ્રણ પૂરું ના કરી શક્યું..
પરંતુ આ શું? ક્રોધે ભરાયેલા થોડા રાજાઓ હવે એકજૂથ થયા અને એકસાથે શિવધનુષ
પાસે પહોચી તેને જૂથના પ્રયાસે ઉચકવાનો પ્રયત્ન કરવા લાગ્યા!!
આ જોઈ મિથીલાવાસીઓ ફફડી ઉઠ્યા..


આ જોતા જ જનક રાજા અત્યંત ક્રોધિત થયા અને ભરી સભામાં ઉભા થઇ ત્રાડ નાખી..-
" થોભી જાઓ...! હું મારી પુત્રીને એક જ વિદાય આપવા ઈચ્છું છું...!!!
ધિક્કાર છે..સભામાં આટઆટલા વીરો હોવા છતાં કોઈનાથી ધનુષ ના ઉચકાયું??
લાગે છે હવે  આ પૃથ્વી પર એક પર બળવીર યોદ્ધો નથી..
આ ધરા જ વીરોથી શૂન્ય થઇ ગઈ છે!!
મારે પહેલા જ સમજવું જોઈતું હતું કે કદાચ જાનકી માટે બ્રહ્માએ કોઈને રચ્યું જ નથી!!
પોતાને વીર કહેનારાઓ, ધિક્કાર છે.!!!.."
માતા સુનયના પણ ચિંતિત વદને બધાને જોવા લાગ્યા...

પરંતુ આ વચન સાંભળી લક્ષ્મણનો ક્રોધ આસમાને આંબી ગયો.!!
ગુરુજીની આજ્ઞા વગર જ અત્યંત ક્રોધાવેશમાં તેઓ મધ્ય-સભામાં રાજા જનક સામે આવી પહોચ્યા..




જય સિયારામ..

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth