જય સિયારામ..
એ વ્યક્તિ હતી મંથરા ..મહારાણી કૈકેયી સાથે પિયરથી આવેલી તેમની અત્યંત વિશ્વાસુ દાસી .
બધી જગ્યાએ શ્રીરામને મળતું મહત્વ અને પ્રેમ એને કઠતા.
શ્રીરામને મહારાજ બનાવવાની વાત એને ના રૂચી. જયારે એણે સાંભળ્યું કે રાજ્યાભિષેક ખુબ જલ્દી થવાનો છે ત્યારે તો એના મનમાં વધારે શંકા ઉપજી..
એ સીધી મહારાણી કૈકેયી પાસે પહોચી ગઈ...
મંથરા- "મહારાણી, આ શું થઇ રહ્યું છે? તમે કઈ સાંભળ્યું?"
કૈકેયીજી તો સાતમા આસમાને હતા..પોતાનો પ્રિય પુત્ર રાજા બનવાનો હોય તો કઈ માતાને આનંદ ના હોય! એમણે મંથરાએ કહેલી વાત પાછળ નો ભાવ અવગણ્યો..
કૈકેયીજી- "હા મને જાણ છે જ..તું અત્યારે બસ એક કામ કરી આપ મને. નગરના શ્રેષ્ઠ સોનીને બોલાવ.
મારે મારા તથા માંડવી અને ઉર્મિલા માટે નવા આભૂષણો કરાવવા છે"
આ સાંભળી તો મંથરાને વધુ ગુસ્સો આવ્યો...
મંથરા-"આ શેનું ગાંડપણ ચડ્યું છે તમને?? રાણી કૌશલ્યાનો પુત્ર રાજા બની રહ્યો છે..તમને કઈ ભાન છે?"
કૈકેયીજી-" રામ તો મારો પુત્ર છે મંથરા..અને એ રાજા બનશે એ વિચારે જ મને આટલો બધો આનંદ આવે છે.."
મંથરા-"મહારાણી! અત્યારે તમારો વિરોધ કરવાનો વખત છે અને તમે તો રાજ્યાભિષેક ની તૈયારીઓ કરો છો?"
કૈકેયીજી-"શેનો વિરોધ મંથરા?"
મંથરા-" આ રાજ્યાભિષેક નથી..ષડયંત્ર થઇ રહ્યું છે..અને એ પણ ખુબ જ સમજી વિચારી ને.."
કૈકેયીજી-"આ શું બોલે છે તું? લાગે છે તારા શરીર ની માફક તારી બુદ્ધિ પણ વક્ર દશાને વરેલી છે.."
મંથરા-" જે કહો એ..હું ચુપ નહિ રહું..તમે જ વિચારો..શા માટે આ રાજ્યાભિષેક અત્યારે જ થઇ રહ્યો છે? અત્યારે તો કુમાર ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે..ક્યાંક આ તકનો લાભ જ નથી લેવાતો ને? અને રામ જ રાજા કેમ? એવી શું ખાસિયત છે એના માં જે કુમાર ભરત માં નથી? શું તમે માનીતા રાણી નથી રહ્યા મહારાજના?"
કૈકેયીજી એ પોતાના કાન આડા હાથ મૂકી દીધા -" બસ..ચુપ કર મંથરા..રામની વિરુદ્ધ હું એકપણ શબ્દ સાંભળવા નથી માંગતી.."
મંથરા-"રામ..રામ..રામ..જ્યાં જુઓ ત્યાં એના જ ગુણગાન..ખુદ માતા પોતાના સંતાનની ફિકર છોડીને એના ગુણગાન ગાય છે.."
હવે કૈકેયીજીથી ગુસ્સો સહન ના થયો..કક્ષની સોનવર્ણી દીવાલે ચળકતી તલવાર કાઢીને મંથરાના ગળે મૂકી.."કુબડી, જતી રહે અહીંથી..નહિ તો આ શુભ અવસરે મારા હાથે તારો વધ થઇ જશે.. "

kacha kaan na manaso tyare pan hata...
ReplyDeleteહજી પણ ક્યાં કૈકેયીજી મંથરાની વાત માન્યા છે..?!
ReplyDelete