જય સીયારામ..
મહારાજ જનકના મહેલ માં તેમને વારસામાં મળેલું ભગવાન શિવ નું ધનુષ-ત્ર્યંબક હતું..જે સાક્ષાત શિવજી નું તેમના વંશ ને મળેલું વરદાન હતું..આ ધનુષનો એ મહિમા હતો કે
કોઈ પણ તેને ઉપાડી શકતું નહોતું...
એક વાર રમતા રમતા ચારે બહેનોથી ગેંદ જ્યાં ધનુષ રાખેલું હતું તેના આધાર નીચે જઈ પડ્યો..
પણ આ શું? જે ધનુષ ને કોઈ ઉપાડી ના શક્યું તે નાના સીતાજીએ રમતમાં ઉઠાવી લીધું..
અને તેમની સામે તાકતી બહેનો ને કહ્યું,"જોઈ શું રહ્યા છો..! જલ્દી ગેંદ નીચે થી લઇ લો
એટલે ધનુષ પાછું મુકી દઉં..".. ત્યાંથી પસાર થતા રાજા જનકજીને આ જોઈ અતિ આશ્ચર્ય
થયું,પછી મન માં કશોક વિચાર કરતા ત્યાંથી જતા રહ્યા..
એક વાર હિમાલય માં તપ કરી રહેલા પરશુરામજી ને પ્રભુ ની આજ્ઞા થઇ અને તેઓ
તેમને મળેલા વરદાન મુજબ વાયુવેગે મિથીલા જવા નીકળ્યા...તેમના જેવા મિથીલા માં
ચરણ પડ્યા કે મિથીલામાં તો જાણે વંટોળ આવ્યું...સુનૈનાજી અને જનકરાજા આ જોઈ
મહેલ બહાર નીકળ્યા..તેમને લાગ્યુંકે વંટોળનું કેન્દ્રબિંદુ તેમની નજીક આવી રહ્યું છે..
પણ તે નજીક આવ્યું ત્યારે ખબર પડી કે આ તો સાક્ષાત પરશુરામજી છે..
તેઓ તેમને આદર સહિત મહેલ માં લઇ ગયા.અને સુશ્રુષા કરી.
મહારાજ તેમને જ્યાં ધનુષહતું તે કક્ષમાં લઇ ગયા..
તેમણે ધનુષ પુજ્યું અને વદ્યા:"મહારાજ, આ ધનુષ તો
આપના વંશ ને વરદાન છે..તમારા યશ અને કીર્તિ તેને લીધે મહેકે છે..
મારી એ જ વિનંતી છે કે ક્યારેય આ ધનુષનું અપમાન થાય નહિ, એ તમે ખ્યાલ
રાખશો..જો કદી એવું થશે તો ધનુષ ફરીથી શિવજી પાસે જતું રહેશે.."
આ સાંભળી નાના સીતાજી બોલી ઉઠ્યા.."તમે ધનુષ ને તમારી સાથે તો નહિ લઇ જાઓ ને?"
પરશુરામજીના તામસી સ્વભાવથી પરિચિત સુનૈનાજી એ સીતાજીને ચુપ રહેવા ઈશારો કર્યો..
અને હાથ જોડી પરશુરામજીને કહ્યું.."દેવ, એને ક્ષમા કરશો, અમારી પુત્રી છે, સીતા.."
પરશુરામજી આ સાંભળીને ચમક્યા અને મનમાં બોલ્યા ..'તો પ્રભુએ એમની
લીલા શરૂ કરી દીધી છે..'
ફરી ધનુષને પ્રણામ કરી વાયુવેગે તેઓ ચાલતા થયા અને થોડી વારમાં તો
અલોપ થઇ ગયા...
ચારે ભાઈઓ અયોધ્યામાં અને મિથીલામાં ચારે બહેનો મોટી થવા લાગી..
उधर जानकी बढ़ रही, इधर बढ़ रहे राम..
दोनों दिन-दिन हो रहे , सुन्दर ललित लला.
जय जय जय श्रीराम..
જય સીયારામ..
varta agal to vadhar yaar......
ReplyDelete