જય સિયારામ..
રામજી અને તેમના ભાઈઓ ધીમે ધીમે રમત રમતમાં ધનુષ-બાણ ચલાવતા શીખ્યા..તેમાં પણ નાનકડા એવા રામજીની લીલાઓ જ અનેરી છે..પીળું પીતાંબર, અંગે આભૂષણો અને મુખ પર અનેરી શોભા સાથે જયારે હસ્તમાં ધનુષ હોય ત્યારે તો એમ જ લાગે કે હવે પલક વારમાં જ સૃષ્ટિના બધા પાપીઓનો અંત થઇ જશે!!
એકવાર બધા ભાઈઓ મહેલના બગીચામાં રમતા હતા..ઝરૂખામાંથી બધી માતાઓ તેમને અવલોકતી હતી..તેવામાં લક્ષ્મણ અને શત્રુઘ્ન લડી પડ્યા..ત્રણે માતાઓ આતુરતાથી જોવા લાગી કે હવે કોણ આ પરિસ્થિતિને સંભાળેછે...થયું એવું કે રામજી અને ભરતજી બન્ને એ એક જ વૃક્ષના ફળ પર બાણ ચલાવ્યું.
શત્રુઘ્ન કહે કે આ ફળ ભરતજીના બાણથી નીચે આવ્યું છે..ત્યાં લક્ષ્મણ કહે કે આ ફળ તો રામજીના બાણે જ વીંધાયું છે!! આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ! અને માતાઓ સ્મિત સાથે તેમનો આ નિર્દોષ ઝઘડો જોતી હતી!..ત્યાં રામજી આવ્યા અને લક્ષ્મણને કહ્યું,"આ ફળ ભરતે તોડ્યું છે, ભાઈ! તું શાંત થા!"
લક્ષ્મણ વધુ ઉશ્કેરાયા,"એ ખોટું છે ભાઈ! મને ખબર છે તમે ભરતને જીતાડવા આવું કહો છો!એ ફળ તમારું જ છે!!! "
રામજી હસ્યા,"મારું છે તે કોનું છે લક્ષ્મણ?"
લક્ષ્મણ આ વાત માની ગયા અને પછી ચારે એ બધા ફળ સાથે આરોગ્યા...
આ જોઈ કૈકેયીજી બોલ્યા,"રામ હમેશા આવું કરેછે..પોતાની સફળતાનો શ્રેય તેના ભાઈઓને આપી દેછે...કોણ જાણે આવી વાતો તેને કોણ શીખવાડેછે!!!"
કૌશલ્યાજીએ પણ તેમની વાતમાં સુર પુરાવ્યો અને સુમિત્રાજીને કહ્યું કે તેના બંને પુત્રો પણ તેના જેવા જ છે..તેમના ભાઈઓને સમર્પિત..લક્ષ્મણે પોતાને રામજીને સમર્પિત કરી દીધા તો શત્રુઘ્ને ભરત ને!
ત્રણે માતાને શું ખબર કે આ ભાઈઓની જોડી ભવિષ્ય માં કેવા પરાક્રમો કરવાની છે!!
જય સિયારામ..
.
No comments:
Post a Comment