જય સિયારામ...
અહીં સીતાજી પણ તેમની બહેનો સાથે મિથીલામાં બાળ-લીલાઓ કરેછે..
નાનકડા એવા સીતાજી તેમની સખીઓ અને બહેનો સાથે રમતા રમતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ પાસે જઈ ચડતા.. અને તેને જોઈ સીતાજી જાણે અવાચક થઇ જતા..એકવાર રમત રમતમાં શ્રુતકીર્તિએ સીતાજીને પૂછ્યું,"સીતે, તારે કેવા પતિ જોઈએ છે??"
આ સાંભળી ઉર્મિલાએ ઉત્તર આપ્યો,"મને ખબર છે તેને કેવા પતિની ઈચ્છા છે.."
"કેવા પતિની ?"-માંડવી એ પૂછ્યું...ઉર્મિલા કહે,'જે શક્તિશાળી હોય, પ્રખર તેજસ્વી હોય અને જેની આગળ મોટા મોટા રાજાઓનું પણ કઈ ના આવે તેવું ચરિત્ર હોય...જે સિયાનું ધ્યાન પણ રાખે..બરાબર ને સીતે?".આમ કહી બધી સખીઓ હસવા લાગી...
પરંતુ સીતાજી ગંભીર બન્યા..વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે જોઈ કહે,"મારે આવા પતિ જોઈએ છે...હરિ જેવા ગુણો ધારણ કરનાર..જુઓ, તેમના એક હસ્તમાં ચક્ર છે જે સૂચવે છે કે તે પાપીઓને દંડ દેશે અને અધર્મીઓનો વિનાશ કરશે..તો બીજા હસ્તમાં પદ્મ પણ છે..એટલે કે તેઓ કમળની સમાન કોમળ થવાનું પણ જાણેછે.."
अतुलनीय वन्दनीय पूजनीय इष्ट यही, एकनिष्ठ होके ध्यान विष्णुका लगाया हे..
जगतपति परमपतिको पतिके रुपमे पाउ,यही मुख्य आकर्षण यहाँ खीच लाया हे..
આ વાતો ગુરુમાતા દુરથી સંભાળતા હતા..સીતાજીની વાતો પર તેમને સ્નેહ ઉપજ્યું અને જાણે મનમાં જ તે બોલી ઉઠ્યા,'તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે,પુત્રી!"
એક સવારે રાજગુરુ વશિષ્ઠ અયોધ્યા પધાર્યા..મહારાજ દશરથે તેમની સુશ્રુષા બાદ આવવાનું કારણ પૂછ્યું..ત્રણે રાણીઓ પણ ત્યાં હતી..
વશિષ્ઠ ઋષિ કહે,"હું એક ખાસ પ્રયોજનથી અહી આવ્યો છું.મહારાજ, આપના પુત્રો હવે વિદ્યાભ્યાસ માટે તૈયાર થઇ ગયાછે..એમનું હવે આશ્રમે આવવું યોગ્ય રહેશે!"
આ સાંભળી ત્રણે માતાઓના હૃદયમાં ધ્રાસકો પડ્યો! દશરથ રાજા પણ થોડીવાર ચુપ બેસી રહ્યા..
પછી હાથ જોડી વશિષ્ઠજીને કહ્યું,"ગુરુદેવ, શું એવું ન થઇ શકે કે રાજકુમારો અહી મહેલમાં રહીને જ શિક્ષા ગ્રહણ કરે??"
આ સાંભળી વશિષ્ઠજી હસ્યા,કહે-"મહારાજ,આ એક પિતા બોલી રહ્યો છે, એક રઘુવંશી નહિ!, અને સાચું શિક્ષણ તો વનમાં જ મળે,અહી મહેલમાં તેમને બધી સુવિધાઓ મળશે પણ જીવનમાં ક્યારેક એવો વખત પણ આવી શકે જયારે આ બધું ભૌતિક સુખ છૂટી જાય.ત્યારે તેઓનું મનોબળ ટકી રહે એ માટેની સમજ તો ઝુપડામાં જ પ્રાપ્ત થાય,અહી મહેલમાં નહિ!..પુત્રમોહ ત્યાગી દો..અને આ દીક્ષા તો તેમણે લેવાની જ છે.."
મહારાજે હાથ જોડ્યા,"આપ જે કહો તે મને માન્ય છે, રીશીવર!"
વશિષ્ઠજીએ વાત આગળ વધારી,"દીક્ષા ગ્રહણ માટે મેં મુહુર્ત જોઈ રાખ્યું છે..કાલે અત્યંત શુભ દિવસ છે કુમાંરોના આશ્રમ પ્રસ્થાન માટે!"
માતાઓ એક-બીજા સામે ભીની આખે જોઈ રહી હતી..
દશરથજી બોલ્યા,"ચાલો ગુરૂવર, હું પ્રધાનો અને અમાત્યોને આ વિષે સુચના આપી દઉં અને દીક્ષા માટેની જરૂરી વિધિઓ પણ તમે એમને જણાવી દો, જેથી અત્યારથી તેઓ તૈયારી કરવા માંડે!"
બંને દરબાર તરફ ગયા અને રાણીઓ તેમના પુત્રો પાસે જવા નીકળી..
હવે આજની રાત જ છે તેઓ તેમના પુત્રો સાથે એવું વિચારતા તેમના રોમેરોમ કંપી ઉઠ્યા..
આજની સાંજ પણ બહુ ઉદાસ રીતે પસાર થઇ..રાણીઓના ગળે જમવાનું પણ ન ઉતર્યું..
રાતે માતાઓ ને ઊંઘ પણ ન આવી..ઘડીકમાં સુતા પુત્રોને નિહાળે તો ઘડીક માં આકાશ તરફ દ્રષ્ટિ કરે!
ક્યાંક સવાર તો નથી થઇ ગઈને!!
ત્રણે એક બીજીને કહી રહી હતી.."આટલા વિલાસમાં ઉછરેલા આપણા પુત્રો કેમ કરી ત્યાં રહી શકશે!?
આવી કોમળ શય્યા છોડી તેમને શું દર્ભ પર નીંદર આવશે ખરી?અને ત્યાં તેમને કોણ હાલરડાં ગાઈને સુવાડશે! બત્રીસ જાતના પકવાન જમતા આપણા પુત્રોને ત્યાનું સાદું ભોજન ભાવશે?" આવું વિચારી, રડતા રડતા ત્રણે માતાઓએ રાત પસાર કરી!
જય સિયારામ...
No comments:
Post a Comment