જય સિયારામ..
આખરે રામજી અને તેમના ભાઈઓ માટે એક નવી જ સવાર પડી! સવારે પ્રાતઃ કાળે ઉઠીને બધા બાળકોએ માતા-પિતાની ચરણ-વંદના કરી.હવે બાળકોએ માત્ર ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાનું હતું..
આખરે રામજી અને તેમના ભાઈઓ માટે એક નવી જ સવાર પડી! સવારે પ્રાતઃ કાળે ઉઠીને બધા બાળકોએ માતા-પિતાની ચરણ-વંદના કરી.હવે બાળકોએ માત્ર ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાનું હતું..
સવારના શુભ મુહુર્તમાં જ ચારે બાળકોને દીક્ષા અંગીકાર કરાવવામાં આવી..
માથે મુંડન કરાવેલા,ભગવાં મુની-વસ્ત્રો પહેરેલા, તુલસીના આભુષણ ધારણ કરેલા બાળકો જયારે માતાની સામે આવ્યા ત્યારેબધી માતાઓના હૃદય જાણે એક ક્ષણ માટે
ધકડતા બંધ થઇ ગયા અને આંખોમાં આંસુ આપતા ગયા.! પરંતુ હજુ તો માતાઓએ આનાથી પણ વધુ હૃદયદ્રાવક ઘટનામાં સામેલ થવાનું હતું!
મહેલ છોડતા પહેલા ચારે બાળકોએ માતા પાસે પહેલી ભિક્ષા માગવાની હતી!માતાઓ ભિક્ષાની સામગ્રી લઇ દરવાજે ઉભી રહી અને એક પછી એક "ભિક્ષાન દેહી.." કરતા પોતાના પુત્રોને આંસુ સાથે ભિક્ષા આપતી ગઈ!
जगदाता यदि भिक्षा मांगे , क्या कोई रखे उनके आगे
धान्य के साथ मन करदिया दान, भिक्षा पाय चले भगवान!!
ચારે બાળકો ભિક્ષા લઇ ગુરુજીની સાથે ચાલતા થયા..એટલે સુમિત્રાજી કહે," થોભો ગુરુવર! બહાર રથ સુમંતજી સાથે તૈયાર જ છે!"
આ સાંભળી ગુરુદેવ હસ્યા!! કહે," દેવી, મુનિકુમારો માટે હવે બધા સાધનો વર્જ્ય છે! તેઓ મારા સાથે ચાલીને જ આશ્રમે આવશે!"
અને રાજર્ષિ સાથે સૂર્ય-ચંદ્રોએ શિક્ષા ગ્રહણ માટે પ્રયાણ કર્યું!
જય સિયારામ..
he had to walk i think without footwears too.so bad ne.....
ReplyDelete