જય સિયારામ...
રામજી સાથેની મૈત્રીથી વિવશ્વાન સારા માર્ગે આવવા લાગ્યો. તેના મનમાં રહેલી નબળાઈઓ દુર થવા લાગી..અને ધીમે ધીમે પરિસ્થિતિને અનુરૂપ પણ થવા માંડ્યો..તેનું મન આદરથી જ્ઞાન ગ્રહણ કરવા લાગ્યું .
એક વાર વિવશ્વાન તેના બીજા મિત્રો સાથે ખેતરે ગયો હતો . સાંજ પડી,વરસાદી વાતાવરણ હતું..વીજળીના કડાકા સાંભળીને બધા નાના શિષ્યો આશ્રમ તરફ પાછા વળ્યા...તેઓ આશ્રમે આવ્યા,પરંતુ ગુરુમાતા કહે,"તમારી સાથે વિવશ્વાન પણ હતો ને? તે ક્યાં રોકાઈ ગયો?"
ભયભીત થયેલા શિષ્યોમાંથી એક કહે,"માતા, અમે પાછા વળ્યા ત્યારે એ અમારી સાથે જ હતો..ખબર નહિ અહી આવતા આવતા ક્યાં અટવાઈ ગયો!"
આ સાંભળી ગુરુમાતાને ફાળ પડી..તે વ્યાકુળ દશામાં ગુરુજી આગળ દોડી ગયા,"ગુરુદેવ, વિવશ્વાન ખેતરેથી પાછો નથી આવ્યો..તમે જલ્દી જાઓ ક્યાંક તે આ વર્ષામાં અટવાઈ ના ગયો હોય!"
ગુરુ વશિષ્ઠ તાબડતોબ બીજા મુનીઓ સાથે તેને શોધવા ગયા...ખેતર તરફ આવીને તેમણે બુમ પાડી,'વીવસ્વાન, પુત્ર વીવસ્વાન!' પણ કોઈ પ્રત્યાઘાત ના મળ્યો! તેમણે ફરી બુમ પાડી..આ વખતે ખેતરના શેઢેથી સામો જવાબ મળ્યો . ત્યાં જઈને જોયું તો ગુરુજી અવાચક થઇ ગયા...આશ્રમ તરફ આવતા પાણીને રોકવા બનાવેલી માટીની પાળ પર વીવસ્વાન અઢેલીને બેઠો હતો..!!
"અહી શું કરેછે વત્સ?"-ગુરુજી તેની પાસે જતા બોલ્યા..
"ગુરુજી, અમે જયારે આશ્રમે પાછા ફરતા હતા ત્યારે અચાનક મારું ધ્યાન અહી પડ્યું.જોયું તો ભારે વરસાદને લીધે આ પાળમાં મોટું ગાબડું પડી ગયું હતું. અને ધસમસતું પાણી આશ્રમ તરફ જતું હતું. મેં મિત્રોને બુમ પાડેલી પણ તેઓ ખુબ આગળ નીકળી ગયા હતા. મેં ગાબડું પુરવા યત્ન કર્યો પણ હું સફળ ના થયો.આખરે આ ગાબડામાંથી આવતું પાણી બંધ કરવા હું જાતેજ આડો બેસી ગયો."-વિવસ્વાન નિખાલસતાથી બોલ્યો..
ગુરુજીએ બીજા મુનિઓની મદદથી પાળનું સમારકામ કર્યું અને વિવસ્વાનને લઈને આશ્રમ તરફ ચાલતા થયા. દુરથી બધાને આવતા જોઈ ગુરુમાતાનો જીવ નીચે બેઠો. તેમણે વિવસ્વાનને ગળે લગાડી લીધો..
ગુરુજીની વાત સાંભળ્યા બાદ સૌ કોઈ વિવસ્વાનને માનથી જોવા માંડ્યું..
જય સિયારામ...
nice change....
ReplyDelete