જય સિયારામ...
રામજી અને તેમના ભાઈઓ હવે સર્વ શસ્ત્રવિદ્યામાં પારંગત થઇ ચુક્યા હતા..પરંતુ તેમના ગુરુજીએ એ પણ જોવાનું હતું કે પોતાની હાજરી ના હોય ત્યારે પણ તેઓ આટલા જ પરાક્રમી હોય...આ માટે તેમણે સ્વયં જગતના પાલનહારની કસોટી કરવાની હતી.
રોજની દિનચર્યા મુજબ બધા શિષ્યો સવારમાં નદીએ ગાયોને લઈને ગયા..બધા ઋષિમુનીઓ પણ સૂર્યનમસ્કાર કરતા હતા..નાના શિષ્યો પણ ગુરુજીને અનુસરતા હતા..ગાયોને નવડાવતા નવડાવતા કોઈ કોઈ વાર બાળકો એક-બીજા પર પાણી ઉડાડી લેતા હતા અને ભવિષ્ય માટેની યાદો બનાવતા જતા હતા..
આવા સમયે અચાનક એક મુનિવરની ચીસ સંભળાઈ..બધાનું ધ્યાન તે તરફ ગયું...જોયું તો એક મહાકાય મગર મુનિને પાણીમાં તાણી જતો હતો...બધા શિષ્યો ડરના માર્યા પાણીની બહાર ભાગવા માંડ્યા..જે શિષ્યોને પરિસ્થિતિનો તાગ મળ્યો તે પણ આજુ-બાજુ કોઈ સાધન માટે દોડવા લાગ્યા અને બાકીના આશ્રમે મદદ માટે ભાગ્યા...
પરંતુ રામજીએ પાણીમાં જ મગર સાથે બાથ ભીડી..ઘણી જહેમત પછી મુનિવરને મગરે છોડ્યા..
પરંતુ આ શું? મગર ને કોઈ જ ઈજા થઇ હોઈ એવું જણાતું નહોતું..રામજીએ મુનીવર સામે જોયું..તે પણ મંદ મુસ્કાતા હોય તેવું લાગ્યું...સામેથી આવતા ગુરુદેવ સામે રામજીએ પ્રશ્નાર્થ નજરે જોયું...
ગુરુદેવ બોલ્યા,"અભિનંદન વત્સ,તે પરિક્ષાને ઉતીર્ણ કરી છે..આ મગર આપણાજ આશ્રમના ભૂતપૂર્વ શિષ્યોએ બનાવેલો છે... તે પરિસ્થિતિને બરાબર સમજી અને એ પણ જાણ્યું કે અમુક પરિસ્થિતિમાં વિના શસ્ત્ર પણ કાર્ય થઇ શકે છે...ધન્ય છે,પુત્ર..હવે અસ્ત્રો-શસ્ત્રોની તમારી વિદ્યા પૂર્ણ થઇ ગઈ છે..."
રામજી અને બીજા શિષ્યોએ ગુરુજીને વંદન કર્યું...
જય સિયારામ....
No comments:
Post a Comment