Thursday, October 27, 2011

શિક્ષા પૂર્ણાહૂતિ



જય સિયારામ....

આ બાજુ હવે ચારે ભાઈઓ કિશોરોમાથી યુવાન બન્યાછે..જેમાં રામજીની શોભા તો કંઈક અનેરી જ છે....
સુંદર પુષ્પ જેવું મુખ જે જોતા જ મન શાતા અનુભવે..ખીલેલા કમળ જેવી બે આંખોની જ્યોતિ સામે વાત કરનારને છેવટ સુધી જકડી રાખે,અને વાણીમાં વિનય..
એક આદર્શ માનવમાં કેવા ગુણો હોવા જોઈએ તેનો જાણે જવાબ છે શ્રીરામ..અને ભગવાં વસ્ત્રોમાં તો જાણે કોઈ પ્રખર મુનિ જ સાધના કરેછે તેવું લાગે..

अदभूत हे महिमा दो अक्षरके नामकी....
રામજીની સાથે લક્ષ્મણ પણ એવા જ સુંદર...રામજી  શ્યામ તો લક્ષ્મણ  ગૌર..પરંતુ ક્રોધની માત્રા લક્ષ્મણમાં થોડી વધારેછે..
.હર હંમેશ મોટાભાઈની આજ્ઞા પાળવી અને તેમની સાથે જ રહેવું તે જ જાણે તેમનો ધર્મ છે..
તો ભરત પણ ધર્મની રક્ષા માટે જ જન્મ્યાછે..અને તેમનો પડછાયો છે શત્રુઘ્ન..
ચારેમાં બળ,બુદ્ધિ અને વિદ્યાનું દેવી સરસ્વતી દ્વારા યજ્ઞફળ સિદ્ધ થયુંછે..

પરંતુ ત્રિલોકના
સ્વામિનું આવું વર્ણન એક ચરિત્ર આગળ ઝાખું પડવાનું હતું..તે ચરિત્ર હતું-વૈદેહીનું..
રાજા જનકની આ પુત્રી તેના ગુણો અને વ્યક્તિત્વથી બધી જ્યોતિઓને ઝાંખી પાડી દેતી હતી...કામદેવની સો પત્નીઓનું રૂપ પણ મૈથિલી આગળ પાણી ભરતું હતું...
 જેને બ્રહ્માંડના કોઈ શબ્દકોશના અક્ષરો  ભેગા થઈને પણ વર્ણવવા સક્ષમ નથી, એવું છે વૈદેહીનું વ્યક્તિત્વ..


રાજા જનકને પોતાની પુત્રી માટે હમેશા એક જ વિચાર આવતો.. એમની પુત્રીના ગુણોનું સમ્માન કરવાવાળું કોઈ એમને મળશે કે કેમ એવું લાગ્યા કરતુ..આ જ કારણે તેમને મનમાં સીતાજીના વિવાહ માટે એક યોજના બનાવી લીધી હતી.

થોડા દિવસો બાદ ચારે ભાઈઓની શિક્ષા પુરી થઇ. અને ગુરુદેવે મહારાજ દશરથને સુચના અપાવી દીધી...
આ સમાચારે બધા આશ્રમવાસીઓના હૃદયમાં પીડા આપી દીધી.આટલા વર્ષો જેની સાથે એક સદસ્ય તરીકે રહ્યા હોય , જેના  એક-એક હાવ-ભાવને ઓળખતા હોય, અને જીવનની બધી જ સારી-નરસી પળોને જેની સાથે વહેચી હોય તેનાથી સદા માટે  દુર થવું આટલું અઘરું હશે તેની જાણ તો ખુદ શ્રી રામને પણ નહોતી.
અયોધ્યામાંથી વહેલી સવારે સમાચાર આવી ગયા હતા કે  ચારે ભાઈઓને લેવા સુમંતજીનો રથ નીકળી ગયોછે.
બધા આશ્રમવાસીઓ અયોધ્યા તરફના રસ્તે મીટ માંડી રહ્યા..


 જય સિયારામ....

1 comment:

  1. so atlast they are back HOME, nice mumma's wud be waiting and must hv prepared good food 4 them...

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth