જય સિયારામ...
દિવસો,મહિનાઓ,વર્ષો વીતી ગયા...
એકબાજુ પુત્રો વિદ્યાભ્યાસ કરેછે તો બીજી બાજુ માતાઓના હૃદયમાં વલોપાત ઉદભવેછે..ત્રણે માતાઓ એક-બીજીને પૂછેછે,"આ તે કેવી શિક્ષા છે! એમને વ્હાલ કરવાનું વખત છે ત્યારેજ આશ્રમના કઠોર તાપ કરવાના?"
રાજા દશરથ પણ વર્ષોથી પુત્રોની પ્રતીક્ષામાં જ રહેછે..
આખરે કૈકેયીજીના કહેવાથી મહારાજ પોતાની રાણીઓને લઈને આશ્રમે પુત્રોને મળવા ગયા...
ઋષિ વશિષ્ઠ પાસે જઈને પુત્રોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી..
ઋષિજીએ ચારેને આસન ગ્રહણ કરવા કહ્યું,પરંતુ માતાઓની દ્રષ્ટિ તો તેમના સંતાનોને જોવા ચારે બાજુ વીચરતી હતી..
ઋષિજી બોલ્યા," દેવીઓ, હું જાણુંછું કે આપને આપના પુત્રોને મળવાનું ખુબ મન છે..પરંતુ હું કશું જ કરી શકું તેમ નથી..આશ્રમના નિયમોથી હું બાધ્ય છું...તેઓ તેમની સંપૂર્ણ શિક્ષા ગ્રહણ ના કરીલે ત્યાંસુધી કોઈ પરિવારજન તેમને નહિ મળી શકે.."
માતાઓની આંખોમાં નિરાશાનો રંગ પારખી ગુરુજીએ તેમને મનાવવાની ચેષ્ટા કરી,"હવે નિરાશ ના થશો માતાઓ!..જુઓ હવે કઈ એ તમારા નાના ભૂલકા નથી!..મહેલ છોડીને આવેલા નાના બાળકો હવે તો શાસ્ત્રોમાં પારંગત યુવાનો થઇ ગયાછે...!..અને હું નથી ઈચ્છતો કે આ સમયે તમારું મિલન તેમને પોતાના રાહમાંથી વિચલિત કરે..હવે થોડા દિવસો વધુ પ્રતીક્ષા કરીલો..થોડા મહિના પછી તેઓ તમારી પાસે જ રહેવાના છે..."
મહારાજ દશરથે હાથ જોડ્યા,"જેવું આપ કહો ગુરુદેવ!"..ગુરુમાતાને પ્રણામ કરી ચારે ઉદાસ વદને મહેલ તરફ જવા નીકળ્યા..પરંતુ આ વખતે બધા પાસે એક આશા હતી કે હવે માત્ર મહિનાઓની જ ગણતરી કરવાની છે..
જય સિયારામ...
No comments:
Post a Comment