Tuesday, December 6, 2011

ગૃહ-આનંદ

જય સિયારામ..

મહારાજ દશરથ સહીત બધા હવે ક્ષણોની ગણતરીમાં પડ્યા છે કે હમણાં રથ મહેલના પટાંગણમાં આવી જશે..હમણાં અમે અમારા પુત્રોને મળીશું..પરંતુ તેમને ઓળખીશું કેમ એવી મીઠી મુંજવણ બધાને સતાવેછે.


ત્યાં અનુચરે  આવીને કહ્યુકે કુંવરોના રથે પહેલો દ્વાર પાર કરી લીધો છે. થોડીવાર પછી બીજા દ્વારની પણ સુચના મળી. .રાણીઓએ મહેલની  સજાવટને આખરી ઓપ આપ્યો.  કૈકેયીજીએ તો પુષ્પનો પથ બનાવ્યો. અને સુમિત્રાજીએ દીવડાઓથી મહેલને શણગારી લીધો...તો માતા કૌશલ્યાજી રંગોળી પુરેછે.
ઘણા વર્ષે પુત્રોના મુખ નિહાળવાની ઈચ્છા આજે પુરી થશે એ વિચારે જ માતાઓના હ્રદય  પુલકિત થઇ ઉઠ્યા..

થોડી જ વારમાં કુંવરોનો રથ નગરમાં આવી પહોંચ્યો...ત્યાં દાસી મંથરા ભરતનાં સ્વાગત  માટે ઉભી હતી..તેની પાસે રથ રોકવામાં આવ્યો..તેણે સીધો જ શ્રીરામ પર પુષ્પનો અભિષેક કર્યો,"આવ પુત્ર, કેટલા વર્ષ થઇ ગયા તને જોયો એને..ભરત, તારી માતાએ તારી બહુ રાહ જોયેલીછે.." - આ સાંભળી બધા હસવા લાગ્યા..શત્રુઘ્ન કહે,"મંથરા, એ તો શ્રીરામ છે...ભરત-જી તેમની બાજુમાં છે."....આટલું સાંભળતા તો તે અવાચક બની રોતા-રોતા કશુક બબડતી મહેલ તરફ જવા લાગી..
રામજી કહે,"ભરત, તને ગર્વ હોવો જોઈએ કે તને આટલો સ્નેહ મંથરા તરફથી મળેછે.."
ભરત-"પરંતુ મને આ સ્નેહથી ક્યારેક ખુબ જ ડર લાગેછે, ભાઈ."
બધા નગરજનોએ સ્વાગત કર્યું અને ગુરુદેવ સહીત બધા મહેલમાં પ્રવેશ્યા..જ્યાં ઋષિ વશિષ્ઠએ ભાઈઓને પિતાજીને મળવાની આજ્ઞા આપી.

રાજા દશરથની ભીની આંખો તરત જ પુત્રોને ઓળખવા લાગી. એટલામાં તો બધી માતાઓ પણ આવી પહોચી.અને કહે,"ક્ષમા કરશો ગુરુદેવ, પરંતુ હવે અમારાથી પુત્રોને મળ્યા વિના રહેવાતું નહોતું.."
ગુરુજીએ ચારે ભાઈઓને કહ્યું,"આજે તમે બધી શિક્ષાઓ લઇ લીધીછે..હું તમને મારા સર્વે બંધનો એવં આજ્ઞા માંથી મુક્ત કરુછું.."

સૌ પ્રથમ બધા પિતાને ભેટી પડ્યા..કોઈ કશું બોલતું નથી. ત્યાર પછી શ્રીરામ  સીધા જ માતા આગળ ગયા. તેઓ પહેલા માતા કૈકેયી પાસે ગયા..
"મારો રામ..." કહી કૈકેયીજીએ તેમનું મસ્તક ચુમી લીધું...ભાઈઓએ બધાની ચરણરજ લીધી. અને માતાઓએ મન ભરીને પુત્રોને નિહાળ્યા...

બધા જમવા બેઠા .શત્રુઘ્નજીએ  લક્ષ્મણજીની થાળીમાંથી તેમના ધ્યાન વગર ખીર લીધી..અને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું..આ જોઈ  શ્રીરામે તેમની થાળી લક્ષ્મણજીને આપી દીધી અને પોતે માતાના હાથે ભોજન લીધું...આજે આખું અયોધ્યા ખુબ જ આનંદિત હતું....


જય સિયારામ..

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth