Saturday, December 31, 2011

તાડકા વધ

જય સિયારામ..

વિશ્વામિત્રજી કુંવરોને લઈને ચાલતા થયા..આશ્રમના માર્ગમાં જતા અનેક વ્યાધિઓ પાર કરવાની હતી.
માર્ગમાં તેઓ બંને ભાઈઓને વ્યાધિઓથી પરિચિત કરાવેછે.
અડાબીડ જંગલો  પસાર કરતા કરતા તેઓ એક વિકટ વનમાં આવી પહોંચ્યાં.
અહી પક્ષીઓનો કલરવ સંભળાતો નથી , પવન તેની મરજી મુજબ સુસવાટા મારી શકતો નથી.
કે પછી કોઈ પણ મુસાફર સામાન્યત: પસાર થઇ શકતો નથી.
આવો બિહામણો વન જોઈ રામજી બોલ્યા,"ગુરુશ્રેષ્ઠ,આ વન કેમ બધાથી વિચિત્ર લાગેછે? "
વિશ્વામિત્રજી-"વત્સ, આ તાડીકાવન છે...અહી જ તાડકા નામની મહા-ભયંકર રાક્ષશી રહેછે, જે
અહીંથી પસાર થનારને પોતાનું ભોજન બનાવેછે..તે આપણાં માર્ગમાં પણ અવશ્ય બાધારૂપ બનશે.."
એટલી વારમાં તો હસ્તિપાદ જેવો અવાજ સંભળાયો. અને ધરતી પણ ધ્રુજવા લાગી.
વિશ્વામિત્રજી-"સાવધાન કુંવરો, તે આવી રહીછે..તે કંઈ પણ કરી શકેછે.."
ત્યાંતો તાડકા સામે આવી ઉભી રહી...-પુરા ત્રણ વૃક્ષ જેટલી તે કદાવર હતી..
ઝાડના મૂળ જેવા તેના કેશ હવામાં ફંગોળાતા હતા..તેનું મુખ કદરૂપું હતું.
અને તેની રક્તવર્ણી આંખો બિહામણી હતી...લાંબા લાંબા દાંત મોંની બહાર પણ દ્રશ્યમાન થતા હતા..અને જાણે તેનું પૂરું શરીર ઝાડની વડવાઈઓથી  ઘેરાયેલું હતું..
એક ભયાનક ગર્જના કરી તે બોલી,"વિશ્વામિત્ર, આજે તારું મોત તને બોલાવી લાવ્યું કે શું?આજે તો નક્કી મને સારું ભોજન મળશે..આ કોમળ યુવકોના ધનુષ-બાણ તમને બચાવી નહિ શકે.."-તેનું અટ્ટહાસ્ય ચાલુ જ હતું..અને તેના પ્રહારો પણ ચાલુ થઇ ગયા..
વિશ્વામિત્રજીએ  કુંવરો ને આજ્ઞા આપી,"પુત્રો, આ રાક્ષશી હવે લોકો માટે સમસ્યા બની ચુકીછે. તેથી તેને મારવાથી સ્ત્રી-હત્યાનું પાપ નહિ લાગે. તેનો અંત આણવો જ પડશે.."
ગુરુજીની આજ્ઞા મળતા જ લક્ષ્મણજીએ તીર છોડ્યું. જે સીધું તાડકાના મસ્તક પર જઈ વાગ્યું.પરંતુ તેનાથી તેને કોઈ અસર થતી હોય તેવું લાગ્યું નહિ..સોય જેવા તીરને તેણે વાળીને ફેકી દીધું, અને વિકરાળ મુખ ખોલી તે તેઓને પકડવા દોડી..
આ દરમિયાન જ રામજીએ તીર છોડ્યું. તે તેને સહન ન  કરી શકી
અને વાયુ બની હવામાં પથરાઈ ગઈ..

पहले बाणके रामने लिया ताड़का नाम, निर्विघ्नं ताडकाको पहुँचाया सुरधाम...
असुरी ताड़का थी बडभागी , जिसको मुक्ति मिली बिन-मागी..|| 

તાડકાને સ્થાને એક અપ્સરા ઉપસ્થિત થઇ,"ગુરુવર, આપની સાથે આવેલા આ શ્રીચરણો કોણ છે?"
ગુરુજી- "તાડકા, તેઓ શ્રીરામ છે, જેણે તને મુક્તિ અપાવી. અને એ છે લક્ષ્મણ."
"હે રામ, આપને મારા પ્રણામ.." કહી તે અંતર્ધ્યાન થઇ ગઈ..


જય સિયારામ..

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth