જય સિયારામ..
આટલા અંતરાયો બાદ તેઓ વિશ્વામિત્રજીના આશ્રમે આવી પહોચ્યા. થોડા વિશ્રામ બાદ તેમણે યજ્ઞની તૈયારી આરંભી.
રામજી અને સૌમિત્ર યજ્ઞની રક્ષા માટે સાવધ થયા.અને ધનુષ-બાણ ચઢાવ્યા.
યજ્ઞ શરુ થતાજ મારીચ અને સુબાહુ આવી પહોચ્યા.!તેમણે પણ તેમનું પોત પ્રકાશ્યું.
યજ્ઞમાં અસ્થિઓ, મૃત શરીરો ફેકવા લાગ્યા., પરંતુ હવે પહેલાની જેમ ઋષીઓ ભાગી નથી જતા.
શ્રીરામ-લક્ષ્મણના તીરથી બધી જ અપવિત્ર વસ્તુઓ ટકરાઈને ભસ્મ થઇ જતી.અને યજ્ઞમાં કોઈ જ અવરોધ નહોતો આવતો.
આ જોઈ મારીચ-સુબાહુ અદ્રશ્ય થઇ ગયા. લક્ષ્મણજી કહે,"હવે જો તે સામે આવ્યા તો મૃત્યુને આધીન થશે."
પરંતુ રામજી કહે,"નહિ, આપણે તેમણે મારવા નથી. માત્ર યજ્ઞમાં નડતા રોકવાના છે.પરંતુ જો ના માને તો આપના તીર છે અને તેઓ છે."
થોડી વારમાં બંને રાક્ષસો તેમની પૂરી ફોજ સાથે પ્રકટ થયા.
दुष्टदलनका बन गए, माध्यम विश्वामित्र,
अपवित्रोके नाशको आगये राम पवित्र, प्रभुवर परम पवित्र..
लक्ष्मण धरती-धारी है और दुर्जन धरतिके भार बड़े..
श्रीराम धर्मके रक्षक है , अही धर्मके नाशन-हार बड़े..
करते आये हैं आदिकाल से दानव अत्याचार बड़े..
राम और लखनके बाणों पर है दुष्टोके अधिकार बड़े....
इसलिए राम इनसे बाणोंकी भाषामे बतलावे,
असुरो का मायाजाल तोड़ प्रभु उनको पाठ पढावे...जय श्रीराम..
दो महाबली- दो महाछली निज शक्ति प्रभाव दिखावे..
असुरो का मायाजाल तोड़ प्रभु उनको पाठ पढावे...जय श्रीराम..
एक दिव्य शक्ति-उस असुर शक्ति , विपरीत शक्ति टकरावे,
असुरो का मायाजाल तोड़ प्रभु उनको पाठ पढावे...जय श्रीराम..
પ્રભુ એક સમૂહ નષ્ટ કરે ત્યાં બીજી સેના હાજર થઇ જતી..
धरती की छाती चिर-चिर असुरोकी सेना आई हैं
धरती से , गगन से, पवन से भी मायावी सेना पाई हैं ,
रक्तबिजकी भाति यहाँ अपनी संख्या फैलाते हैं,
प्रभु जितने असुर घटातेहैं उससे दुगने होजाते हैं,!!
मायावी और मायापतिको सब देख-देख चकारावे,
असुरोका मायाजाल तोड़ प्रभु उनको पाठ पढावे..
આ તરફ લક્ષ્મણજી એ આશ્રમની સુરક્ષા કરી લીધી..
आश्रमकी चारो और यज्ञकी सुरक्षा हेतु, बाणोका कवच लक्ष्मणने बनाया है,
आसुरिय शक्तिओ का जिसमे प्रवेश ना हो,ऐसी दिव्य शक्तिओसे उसको सजाया हैं..
रामजीकी महिमा ना जानके मारिचने ,पागलो की भाति उत्पात मचाया हैं..!
अनुभिज्ञा रामजी के बाहुबलसे सुबाहु, रावनका दूत मरनेको चला आया है..!!
ભયંકર યુદ્ધ બાદ સેના નષ્ટ થઇ, પણ મારીચ-સુબાહુ માન્યા નહિ.
આથી શ્રીરામે એક તીર છોડ્યું, જેનાથી મારીચ સો યોજન દુર ફેકાયો.
સુબાહુ આ જોઈ ભાગ્યો પરંતુ તેનો અંત આવ્યો...
छोड़ा प्रभु मारीच पर, बिन-फरका एक बाण,
शत योजन जाकर गिरा, फिरभी तजे ना प्राण....
(મારીચને આગળ જતા પ્રભુની લીલામાં ફરી શામેલ થવાનું હતું એટલે રામજીના તીરથી તે એક આશ્રમ માં ફેકાયો.અને સમય જતા આશ્રમના ગુરુના આશીર્વાદથી તેનું હૃદય-પરિવર્તન પણ થયું.)
આખરે યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું.અને આણ્વીક શસ્ત્રો દેવોના રૂપે પ્રકટ થયા.
વિશ્વામીત્રજી કહે,"આજથી આપના સ્વામી શ્રીરામ છે.."
દેવો-"અમોને સ્વીકાર કરો, પ્રભુ!"
પરંતુ રામજી કહે,"જયારે આપની જરૂર હશે, ત્યારે આહ્વાન કરવામાં આવશે. અત્યારે
તો તમે મારા તુમીલમાં વિશ્રામ કરો..!!"
અને દેવો શસ્ત્રોના રૂપે શ્રીરામના તીરોમાં સમાઈ ગયા..!
જય સિયારામ...
it is great to know that you like Ramayan.and your language skill is also nice.
ReplyDeleteit's nice to be your friend.