Saturday, February 25, 2012

પુષ્પવાટિકા પ્રસંગ

જય સિયારામ... 


 થોડા દિવસો આશ્રમે રહીને પ્રભુએ ગુરુજીની સેવા કરી.
એક દિવસ રામ-લક્ષ્મણ મુનીવરના ચરણ ચાંપતા હતા ત્યારે મિથીલાના નરેશ મહારાજ જનકનો દૂત આવ્યો.
અને હાથ જોડી કહ્યું,"મીથીલાનરેશ એ આપશ્રીને  એમની જયેષ્ઠ પુત્રી વૈદેહી ના સ્વયંવરમાં આવવાનું  આમંત્રણ  પાઠવ્યું છે.
બીજા દિવસે સૂર્ય-ચંદ્ર સહીત વિશ્વામિત્રજી મિથીલા જવા નીકળ્યા.
તેઓ નગર માં પહોચતા જ તેમના દર્શન માટે નગર ઉમટી પડ્યું.
તેમનું મિથીલા-વાસીઓ એ ભવ્ય સ્વાગત કર્યું.
ગુરુજી સાથે આવેલા બંને તેજસ્વી કુમારોને જોતા નગરવાસીઓ આભા બની ગયા.

આખા નગરમાં તેમના વિષે ચર્ચા થવા લાગી.આ મનોહર દર્શન કરવામાં
વૈદેહીની સખી પણ શામેલ હતી. તે તરત જ જાનકીજી ના મહેલમાં દોડી ગઈ
 અને ત્યાં જઈ જાનકીજીને તેમના સ્વયંવરની તૈયારીઓ વર્ણવવા લાગી.
અંત માં તેણે જોયેલા બંને પ્રભાવશાળી વ્યક્તિત્વનું પણ વર્ણન કરવા લાગી,
અને કહે,

"गिरा अनयन नयन बिनु बानी"

 અર્થાત ,
" મારા નયનો ને તેમને જોયા છે પરંતુ આંખો પાસે વાણી નથી; અને વાણી તેમનું વર્ણન કરી શકે પણ  તેની પાસે ક્યાં આંખો છે? મારી પાસે એવા શબ્દો જ નથી જેના દ્વારા એમની પ્રશંસા થઇ શકે."
આ સાંભળી સીતાજીને તેમને જોવાની ઈચ્છા થઇ આવી.


રાજા જનકે આવેલા અતિથીઓની આગતા-સ્વાગતા અત્યંત ભવ્ય રીતે કરી. અને ઋષિ-મુનીઓની પણ ઉચિત સેવા કરી.


બીજે દિવસે સવારે માતા સુનયનાજીએ જાનકીજી અને તેમની સખીઓને માં ગૌરીની પૂજા માટે પુષ્પવાટિકામાં મોકલી. યોગાનુયોગ શ્રીરામ અને લક્ષ્મણજી પણ પુષ્પ ચુંટવા માટે ત્યાં આવ્યા.
વૈદેહીની સખી માલવિકા એ તેમને જોયા અને સીધી ગૌરી મંદિર માં જઇ  બોલી,
"સાંભળો! ગઈ કાલે મેં જે કુમારોની વાત કરી હતી તેમને મેં હમણાં જ વાટિકામાં ફૂલ ચૂંટતા જોયા.!"
હવે મૈથીલીથી રહેવાયું નહિ.કહે,"ચાલ  જરા. હું પણ તેમને નિહાળી લઉં.."
અને બધી સખીઓ કુમારોને શોધવા આવી. આમતેમ નજર ફેરવી પણ કુમારો ક્યાય દેખાયા નહિ.



આખરે એક લતાની પાછળથી શ્રીરામ બહાર આવ્યા..વાદળમાંથી જેમ પૂર્ણ ચંદ્રમાં પ્રકટ થાય, તેમ રઘુવીરને લતાની ઓટમાંથી જોતા સીતાજીની દ્રષ્ટી અપલક થઇ ગઈ..
અહી રામજીએ પણ તેમને જોયા ..બંનેની દ્રષ્ટિ સ્થિર થઇ ગઈ અને જાણે ચકોર ચંદ્રને જુએ તેવી રીતે બંને એકબીજાને નિહાળવા માંડ્યા.

लताओकी ओटसे प्रकट हुए राम ऐसे , प्रकट हो जैसे चन्द्र मेघोको हटाके..
सीताको निहारे राम, रामको निहारे सीता..नैना हुए तृप्त नयननिधि पाके..
नैनोकी डगर से हृदयके नगर सिया राखे राम पलक कपाट गिराके,
लक्ष्मी नारायण अवाक यही सोच रहे;बिछड़े थे कहाँ  और मिले कहाँ आके!!"




શ્રીરામના દર્શન કરીને  વૈદેહીએ આંખો બંધ કરી લીધી, જાણે નયનો રૂપી રસ્તાથી શ્રીરામને હૃદયમાં  ઉતાર્યા અને પછી એ સ્વરૂપ  બહાર જતું ના રહે એટલે આંખો રૂપી કબાટ બંધ કરી દીધો.
અહી રામજી પણ એટલાજ વિહ્વળ છે..!
 સીતાજીની સખીઓએ આ જોયું અને તેમનાથી રહેવાયું નહિ..તેઓ  હસી પડી.સીતાજીની સખીઓ અને લક્ષ્માની હાજરીની જાણ થતા રામજી લજવાઈને બીજે જતા રહ્યા..
તેમના જતા રહેવાથી સીતાજી પણ આકુળ થઈને જોવા લાગ્યા...સખીઓ ફરી હસી પડી..તેઓ જાનકીને લઈને ફરી મંદિરમાં પહોચી.સીતાજી એ માતા ગૌરી પાસે જાણે  વિનંતી  કરી.


मुजको मन वांछित वर दे माँ,वररूप में श्री रघुवर दे माँ,
कोमल कर जिसको उठा पाए,शिव धनुष को ऐसा करदे माँ...





Click here to see "pushp vatika " prasang..

સીતાજીની વિહ્વળ દશાની જાણ સખીઓને થઇ અને તેઓ પણ ઈચ્છવા લાગીકે કાલે શ્રીરઘુવીરથી શિવધનુષ ઉચકાઈ જાય!

ગૌરીમાં ને ચડાવેલું કમળનું પુષ્પ સીતાજીના હાથની ખુલેલી નમસ્કાર મુદ્રા માં જઇ પડ્યું. જાણે ગૌરીમાં એ તેમને ઇચ્છિત વરદાન  આપી દીધું..
હવે તો સીતાજીને કાલની જ રાહ હતી કે ક્યારે રામજી ધનુષ ઉઠાવે!

દિવસ આખો સીતારામને એકબીજા જ દેખાયા કરે.
મૈથીલીની સખીઓએ તેમને જાણ કરીકે -'બંને કુમારોમાંથી શ્યામ કુમારે તો રાક્ષશી તડકાનો
વધ કર્યોછે.અને મીથીલાના રાજર્ષિ શતાનંદજી ના માતા અહીલ્યાદેવીને પણ મુક્ત કર્યાછે..
જયારે આ વાતની જાણ શતાનંદજીને થઇ ત્યારે તેમણે શ્રીરામનો આભાર માન્યો.
અને શ્રીરામે તો સુબાહુનો વધ કર્યો છે તેમજ  મારીચને કેટલાયે યોજન દુર ફેકી દીધો.'


આ બાજુ શ્રીરામ પણ મનની વાત અનુજને કરેછે.
તેઓ કહેછે,"લક્ષ્મણ, રઘુવન્શીઓ ક્યારેય પરસ્ત્રી વિષે વિચારતા નથી.
પરંતુ આજે જાનકીના ઝાંઝરના રણકારે મારું મન વિચલિત કરી નાખ્યુછે.
 મારા ડાબા અંગો ફરકી રહ્યાછે. તે શુભ સંકેત આપેછે. મને બધે જાનકી દેખાયછે.
નક્કી વિધાત્રીએ ભવિષ્યમાં  અમારો  સંગાથ આલેખ્યો છે.."


સાંજ પડી ગઈછે. ચન્દ્રમા માં સીતાજીને રઘુવીરનું  અને રઘુવીરને સીતાજીનું મુખ દેખાયછે..બંને જાણે ચંદ્રમાના માધ્યમથી એકબીજાને પોતાના મનની વાત કરેછે..

सियमुखका प्रतिबिम्ब समजकर, अपलक देखे शशिको रघुवर..
सोच रही सीता सुकुमारी, भारी रैन के शिव-धनु भारी...
शशिका रूप नयन्का छल है, शशि सकलंक ; सिया निर्मल हैं..
तुजसा भाग्य चन्द्र कहाँ मेरा, रामके नाम में स्थान हैं तेरा..
प्रेम की गंगा ह्रदयो में  प्लावित,दोनों एक-दूजे से प्रभावित!
जो प्रिय राम बसे हैं मन में, सिय उन्हें देखे शशि-दर्पण में....!!!

જય સિયારામ...

1 comment:

  1. Jay Siyaram...this post is from one of the favorite part of Ramayan..

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth