જય સિયારામ...
શ્રીરામ પોતાના મંચથી ઉભા થયા અને મધ્યસભામાં આવી પહોચ્યા..
જય સિયારામ..
બધા ગુરુજનો અને વડીલોને નમન કરીને ધનુષને પણ પ્રણામ કર્યા..
એક હસ્તથી ધનુષ પકડીને શ્રીરામે ઉભું કર્યું! અને બધાનું હૃદય ધબકારો ચુકી ગયું!
સીતાજીના આનંદનો પાર નથી...હવે શ્રીરામ પ્રત્યંચા ચઢાવેછે.
પરંતુ તેમ કરતા ધનુષના બે ટુકડા થઇ ગયા..આ જોઈ સભાના અમુક રાજાઓતો ઉભા થઇ ગયા!
માતા સુનયનાની આંખો અશ્રુથી છલકાઈ ગઈ અને લક્ષ્મણજીએ ગર્વ સાથે જનક્જીની સામે જોયું..
સભાખંડની ઉપરના માળે રહેલી દાસીઓએ પુષ્પવર્ષા કરી..
થોડીવાર પુષ્પોની વર્ષા વચ્ચે રામજી અદ્રશ્ય થઇ ગયા..
સભામાં જયઘોષ થઇ રહ્યો..
સીતાજી હવે ફૂલોનો ભવ્ય હાર લઇ સખીઓ સાથે રામજીને વધાવવા જાયછે..
સખીઓના મધુર કાવ્યથી સભા ડોલી ઉઠી..
राजीव-नयनको , स्वतः चयन को जयमाला पहेनाओ..
सन्मुख है रघुवर, दुर्लभ अवसर! यह अवसर न गवाओ...जयमाला पहेनाओ...
સીતાજી ધીમે ધીમે રામજી તરફ આગળ વધી રહ્યાછે..પરંતુ તેમની ખુશીને કારણે તેઓ આગળ જવાનું સાહસ નથી કરી શકતા. જે સીતાજી શિવ-ધનુષને પળવારમાં ઉચકી લેતા હતા, તેમનાથી અત્યારે ફૂલોનો હાર પણ ઉચકાતો નથી!
क्यों लज्जा-मंडित चरणोसे, बढ़जाने का साहस न जुटे!
शिव-धनुष रामने उठालिया, सखी, पुष्पमाल तुमसे न उठे!
जयका प्रतिक जयमाल डालकर विजय राम पर पाओ...जयमाला पहेनाओ...
સીતાજીને બનેલી ઘટના પર વિશ્વાસ નથી બેસતો, જાણે સખીઓને કહી રહ્યા છે,
नयनोके निकट नयन-निधि हैं, नयनो को यह विश्वास तो हो...
इस दीर्घ-प्रतीक्षित मधु-क्षणका किंचित मुजको आभास तो हो..
दुविधा-संकोचमे पड़कर सीते , अब न विलम्ब लगाओ..जयमाला पहेनाओ..
जय-मालामें निज-ह्रदय गूँथ ,सिय रंगमंचकी ओर चली..
लक्ष्मी चली विष्णुके वरण हेतु, यूँ चन्द्रकी ओर चकोर चली..!
माल्यार्पणकी शुभ लगन आ गई, मंगलगीत सुनाओ..
ये है शाश्वत जोड़ी , निरख निरख कर जीवन सफल बनाओ..
ફૂલોના હારમાં જાણે પોતાનું હૃદય ગૂંથીને સીતાજીએ જયમાલા શ્રીરામને પહેરાવી અને
ફરી એકવાર બંને પર પુષ્પવર્ષા થઇ...
સીતારામની આ સુંદર જોડી બધાની આંખમાં વસી ગઈ !
પરંતુ શ્રીરામે મીથીલામાં હજુ એક પરીક્ષા આપવાની બાકી હતી!
nice background change...
ReplyDelete