જય સિયારામ..
સીતાજીના લગ્નની તો તૈયારીઓ શરુ થવા લાગી પણ સાથે બીજી પ્રણયગાથા એ પણ
જન્મ લઇ લીધો!
ઉર્મિલાજીને લક્ષ્મણજી પ્રત્યે સ્નેહ છે તેવું સીતાજીને ખબર પડતા તેમણે પોતાના
માતા પિતાને આ વિષે વાત કરી અને ઉર્મિલા-લક્ષ્મણજીના વિવાહની વાત તેમણે સ્વીકારી લીધી..
ગુરુ વિશ્વામીત્રજીએ પણ વાતને વધાવી લીધી અને નવેસરથી એક દૂત
લક્ષ્મણજીના વિવાહનો પ્રસ્તાવ લઇ અયોધ્યા જવા નીકળ્યો..
પરંતુ આ વાત લક્ષ્મણજીને ન ગમી...તેઓ વાટિકા જતા હતા..
દુરથી ઉર્મિલાજી અને માલવિકાએ તેમને જોયા...
લક્ષ્મણજી ગુસ્સામાં લાગતા હતા..
માલવિકાએ ઉર્મિલાને ચીઢાવવા કહ્યું,"આ રઘુવીરના નાના ભાઈ હમેશા ગુસ્સામાં જ કેમ હોય છે?"
અહી લક્ષ્મણજીનું ધ્યાન ઉર્મિલા તરફ ગયું..
તેમણે ત્યાં ઉર્મિલાજીને જોયા અને સીધા તેમની પાસે પહોચી ગયા..
કહે,"દેવી, મને આ વિવાહ સ્વીકાર્ય નથી!"
ઉર્મિલાજીએ અશ્રુ સાથે કારણ પૂછ્યું...
તો તેઓએ કહ્યું,"હું મારા ભાઈ શ્રીરામને જ સમર્પિત છું..અને આ ધર્મમાં સંભવત:
મારાથી પક્ષપાત થઇ જાય..હું આપને દુ:ખી જોવા નથી ઈચ્છતો.."
ઉર્મિલાજીનો લક્ષ્મણજી પ્રત્યેનો આદર વધી ગયો..
ઉર્મિલાજીએ પણ પોતાની ભાવના પ્રગટ કરી,"હું આપને વચન આપુછું કે હું
ક્યારેય કોઈ બાબતે આપને ફરિયાદ નહિ કરું....મારા હૃદયમાં તમારું સ્થાન એવું જ રહેશે
જેવું મંદિરમાં મૂર્તિનું હોયછે...તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે જ રહીશ!"
આખરે બંનેના મનનું સમાધાન થયું..
બીજા દિવસે સવારે અયોધ્યા ગયેલો દૂત ખબર લઈને આવ્યો કે
રામ-લક્ષ્મણના વિવાહની વાતથી પૂરી અયોધ્યામાં ઉત્સવ જેવું વાતાવરણ છે..
મહારાજ દશરથ સંબંધીઓ સાથે જાન લઈને સાંજ સુધીમાં પહોચી જશે..
મિથીલાની સજાવટ પણ બપોર સુધીમાં થઇ ગઈ..
ચોમાસાની પ્રથમ વૃષ્ટિ પછી જેવું વાતાવરણ હોય તેવી મિથીલા નગરી શોભેછે..
સાંજે દશરથજી પોતાના સગા-સંબંધીઓ સાથે જાન લઈને આવી પહોચ્યા..
મિથીલામાં તેમનું ભવ્ય સ્વાગત થયું..
ભરત અને શત્રુઘ્નને જોતા જ મિથીલાની નાની નાની બાલિકાઓ રામ-લક્ષ્મણ
પાસે પહોચી ગઈ.કહે,"તમે જાણો છો અમે હમણાં જ તમારા જેવા બે ભાઈઓને ઉત્સવમાં
જોયા!!"
શ્રીરામ-"અવશ્ય જ તે ભરત અને શત્રુઘ્નની વાત કરી રહી છે.."
જાન જેવી મહેલના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઇ કે સીતાજીને અને ઉર્મિલાને શણગારી રહેલી
સખીઓએ ઉત્સવ જોવા પડાપડી કરી મૂકી..તેમની આંખોએ સીધા જ રામચંદ્રજીના ભાઈઓને
શોધી કાઢ્યા..
માંડવી અને શ્રુતકીર્તિએ પણ બંનેને જોયા..
સખીઓએ તેમને પણ ચીઢવવાનું શરુ કર્યું,"તમારી બંનેની ઈચ્છા હોય તો
આપણે વૈદેહીને વાત કરીને તમારું પણ નક્કી કરી નાખીએ!"
ત્યાંજ માલવિકા દોડતી આવી..
કહે,"હવે એની કશી જરૂર નથી..હું હમણાજ રાજસભામાંથી આવી..
ત્યાં ચર્ચા ચાલતી હતી કે રઘુનંદન શ્રીરામની ઈચ્છાથી ચારે ભાઈઓના વિવાહ સાથે જ થશે..
શ્રીરામ કહે છે કે ચારે સાથે જનમ્યાં હતા,શિક્ષા ગ્રહણ પણ સાથે જ કરી તો પછી
પાણિગ્રહણ પણ એકસાથે જ થવા જોઈએ..એટલે રાજા કુશધ્વજ એ
કૈકેયીનંદન કુમાર ભરત સાથે માંડવી અને સુમિત્રાનંદન કુમાર શત્રુઘ્ન સંગ
શ્રુતકીર્તીના વિવાહનો પ્રસ્તાવ મુક્યો..
મહારાજ દશરથએ આ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર્યો છે..
હવે તમને ચારે બહેનોને શણગારવાની જવાબદારી અમારી! "
રાતે ઝરૂખામાં ઉભેલા રામજીને શત્રુઘ્ન પૂછેછે,"ભાઈ, તમને ભાભીને મળવાનું
મન નથી થતું?"
ભરત-"શત્રુઘ્ન, ભાઈને પૂછેછે કે પછી તું તારા મનની વાત કરેછે?"
આ સાંભળી બધા હસી પડ્યા..
રામજીએ સ્મિત સાથે ઉત્તર વાળ્યો-"મન તો મને પણ થાય છે..
પરંતુ હું બાધ્ય છું..મને હજુ તેની આજ્ઞા નથી મળી..!"
ચારે બહેનો પોતાના ભાવિ શ્વસુરની ચરણવંદના કરી આવી..
ચારે વહુઓ તેમજ ધનુષ-ભંગ પ્રસંગ તૈલ-ચિત્રોમાં કેદ થઇ અયોધ્યામાં
મહારાણીઓ પાસે પહોચી ગયા..
ત્રણે રાણીઓ પણ વહુઓની છબી નિહાળી ખુશ થઇ..
જય સિયારામ...
No comments:
Post a Comment