જય સિયારામ..
આખરે લગ્નની શુભ ઘડી પણ આવી પહોચી!
સર્વાંગ સુંદર એવા ચાર લગ્નમંડપો મહેલમાં શોભી રહ્યા..બધા મિથીલાવાસીઓ જાણે
આખરે લગ્નની શુભ ઘડી પણ આવી પહોચી!
સર્વાંગ સુંદર એવા ચાર લગ્નમંડપો મહેલમાં શોભી રહ્યા..બધા મિથીલાવાસીઓ જાણે
તૈયારીઓમાં ડૂબી ગયા..
સીતાજીની સખીઓ ચારે કુંવરીઓને શણગારી રહી હતી...અને સાથે સાથે ચીઢવતી
પણ હતી...
...हे निराली तुम्हारी ससुराल जहाँ पे तुम्हे जाना है..
तिन सासु है तेरह सवाल, जहाँ पे तुम्हे जाना हैं..
बड़ी सासुके चरण दबोगी तो, छोटी सासुके पेटमे पीर होगी!
तुम जो मंजली की वेणी बनोगी तो, बड़ी सासु बड़ी ही अधीर होगी!
वहां सहज गलेगी नहीं दाल!,जहाँ पे तुम्हे जाना हैं...
ચારે કુંવરીઓ પણ તેમણે યથા-યોગ્ય જવાબ આપે છે..
तीनो हम पर गर्व से फूलेगी, भोले मुख देखके बोलेगी!
पर ये मत भूलो आठो पहर, तिन तलवारे मस्तकपे ज़ुलेगी!
हम ससुरको बना लेंगे ढाल, जहाँ पे हमें जाना जाना हैं!
હવે લગ્નમંડપ માં ચહલ-પહલ વધી..લગ્નના વસ્ત્રોમાં સુસજ્જ થયેલા
કુંવરોને લઈને મહારાજા દશરથ જાનૈયાઓ અને મહર્ષિ વશિષ્ઠ સાથે
આવી પહોચ્યા...
કુંવરીઓ પણ સુસજ્જ થઈને ભવનમાં પ્રતીક્ષા કરતી હતી..ત્યારે
માંડવી અને શ્રુતકીર્તિનાં માતાશ્રી આવ્યા..
ચારેનાં માથે હાથ ફેરવ્યો અને કહ્યું,"હવે તમે થોડા કલાકોમાં
વિદાય થશો..એ પહેલા હું તમને ચારે બહેનોને કૈક કહેવા માંગું છું..
તમે હવે અયોધ્યાના રાજમહેલમાં જશો..જ્યાં રાજ છે, ત્યાં રાજનીતિ પણ અવશ્ય
હશે..પરંતુ તમારા-ચારે બહેનોમાં ક્યારેય પણ કોઈ રાજનીતિને લઈને
કોઈ કલેશ કે કોઈ વિખવાદ થવો ન જોઈએ..કોઈ ગમે તે કહે પરંતુ
હમેશા એક-બીજાનું ભલું જ ઇચ્છવું.."
ચારે બહેનો એ એક બીજા સામે અશ્રુમિશ્રિત આંખોથી જોયું અને માતાને
વચન આપ્યું કે કોઈ પરિસ્થિતિમાં તેઓ અલગ નહિ પડે..
આટલા માં જ એક સેવકે આવીને કુંવરીઓ ને લગ્નમંડપમાં જવાની સુચના
આપી...
એક પછી એક કુંવરીઓને મંડપ સુધી લવાઈ..
અત્યારે જો કામદેવની સો પત્નીઓ આવે તો તેમને પણ પરાજિત કરી દે
એવી ચારે કુંવરીઓ લાગતી હતી!
धर्मशील गुणवती पुनीता, ज्योति लुटाती आ रही सीता..
अभिनव रूप-तेज हे अतुलित, सौ रतिको करे सिया पराजित!
જાણે ત્રીભુવનની સ્વામિની સ્વયં ત્રિભુવનના સ્વામીને
મળવા જઈ રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું!
त्रिभुवनके स्वामी से मिलन को चली त्रिभुवन स्वामिनी...
हैं संग तीनो भगिनियां, सिय-पंथ की अनुगामिनी!
રામ-સીતા બંને એક બીજાના પર્યાય ભાસે છે...
दोनों के पर्याय हैं दोनों, पूर्वलिखित अध्याय हैं दोनों..
निस्तेज करे दो कांति कोटि रति-काम की!
सुर-नर-मुनिमोहिनी जोड़ी सितारामकी!..
કન્યાદાન નો વખત થયો...જેવી રીતે સાગરે શ્રી હરિને લક્ષ્મીજી
આપ્યા,અને હિમાલયે શિવને ગૌરી આપ્યા હતા તેવી જ રીતે જનક્જી
સીતાજી રામજીને અર્પણ કરે છે..
सागर ज्यों हरी को दी लक्ष्मी, सौपी हिमालयने शिव को गौरी,
वैसी ही रित जनक निभाए, कन्यादान से पुण्य कमाए..
कन्या-रत्न स्वीकारो जी,कुल मिथिलेशका तारो जी!
कुलगुरु कर रहे मंत्रोच्चारण...लक्ष्मी संग चले नारायण..
अवधके दीपक, मिथिला की बाती, बनने चले हैं जीवनसाथी...
ત્રણે ભુવનના લોકો ટકટકી લગાવ્યા વિના મંગલ વિવાહ જોઈ રહ્યા છે..
વિવાહ સંપન્ન થયા..ભોજન સમારંભ પણ આટોપી ગયો..
પરંતુ રાજા જનકની ઈચ્છાથી થોડા દિવસ વધુ જાન રોકાઈ...
aa debin a saari lage 6e...
ReplyDelete