જય સિયારામ..
મહારાજા જનકની ઇચ્છાથી જાન થોડા દિવસ વધુ મિથીલામાં રોકાઇ..
મહારાજા જનકની ઇચ્છાથી જાન થોડા દિવસ વધુ મિથીલામાં રોકાઇ..
પરંતુ અયોધ્યામાં ત્રણે રાણીઓની આતુરતા વધતી જતી હતી..
સુમિત્રાજી-મહારાજ દશરથ કેમ અયોધ્યા પાછા ફરવાની ઉતાવળ નથી કરતા?
કૌશલ્યાજી-મને લાગે છે મહારાજ જનકની ઈચ્છા નહિ હોય ત્યાં સુધી તેઓ પાછા નહિ ફરે.
જે પુત્રીઓને પાળી-પોષીને મોટી કરી હોય તેમને પોતાનાથી અળગી કરતા ક્યા માતા-પિતાનો
જીવ કપાઈ ન જાય! અને તેમની માતાની મનોસ્થિતિ તો કલ્પી જુઓ!
કેટલા ઉચાટમાં હશે સુનયનાજી!
આમ અયોધ્યામાં રાણીઓએ તો મન વાળી લીધું..હવે મિથીલાવાસીઓનો વારો હતો..
સીતાજી પોતાના કક્ષમાં ધનુષભંગનું તૈલચિત્ર જોતા બેઠા છે..ત્યાં સળવળાટ થયો.
પાછળ જોયું તો પિતાશ્રી આંખમાં આંસુ સાથે ઉભા હતા..
સીતાજી એમને ભેટી પડ્યા..પિતાએ પુત્રીને સમજાવી કે,"સાસરામાં
વડીલોનો હંમેશા આદર કરજે..અને પિયર અને સાસરાની ગરિમા જળવાઈ રહે
તેવા જ કાર્યો કરજે.."
બધી બહેનો માતા પાસે પણ જાય છે અને પતિના પગલે ચાલવાનો સંકલ્પ પણ
લે છે..
હવે વિદાયની ઘડી આવી ગઈ..પુષ્પોથી લદાયેલી ચાર ડોલીઓ તૈયાર હતી..
બધા મિથીલાવાસીઓની આંખ ભીની હતી... જાણે કહેતી હતી,
कैसी घडी आई, रोके रुके न रुलाई..तोहे कहेके पराई कैसे दे दे विदाई सजनी..
मंगल बधाई अभी जिसने सुनाई काहे वो ही शहेनाई सुर दुःख भरे लाइ सजनी..
જનકરાજાને બધે સીતા,ઉર્મિલા,માંડવી, શ્રુતકીર્તિ નાની નાની બહેનો રમતી દેખાય છે.
वो बचपन हम भूलेंगी कैसे, जो तेरे संग हँस-बोलके बिता..
हम-सी तुजको अनेक मिलेंगी, तुज-सी एक मिलेंगी न सीता..
काली घटा छाई, रुत सावनकी आई, क्या कहेंगे जो तुजे पूछेगी अमराई सजनी..
બધી બહેનો માતાઓ , સખીઓને ભેટીને રડી રહી હતી..
બધી બહેનો નું અંતર જાણે કહી રહ્યું હતું...
घर अनजाना, नगर अनजाना..अनजानों संग जनम बिताना..
सीताका जाना तो सबने देखा, जाने वालि का दुःख नहीं जाना..
आई तरुणाई परदेस पठाई बेटी, किस अन्यायीने ये रित बनाई सजनी...
ડોલીઓ ઉઠવા લાગી...રાજા જનકની ધીરજ ખૂટી ગઈ..
जो हे स्वयं महालक्ष्मीकी मूरत, कोन दहेज़में कोई उसे क्या दे!
चाहे जनक वात्सल्यकी अंतिम बूंद भी सीता पे आज लुटादे..!
बाबुलकी कठिनाई जाये न बताई जैसे, बेटी नहीं माई आज डोलीमें बिठाई सजनी...
માતા સુનયનાની પણ એ જ દશા છે..છતાં પતિને ધીરજ બંધાવે છે,
"સ્વામી, તમે તો વિદેહ છો..બધા મોહ પર આધિપત્ય મેળવ્યું છે..છતાં
કેમ આમ કરોછો! "
"દેવી,દીકરીને વળાવતા બધી સિધ્ધિઓ ભૂલી જવાય છે!!"
રાજા દશરથ વેવાઈને આશ્વાસન આપે છે.."આપ ચિંતા ન કરશો મહારાજ..
હું તેમને ક્યારેય ઓછું નહિ આવવા દઉં..માતા-પિતાની ખોટ તેમને કદાપી
નહિ સાલે..તેઓ અયોધ્યામાં પણ એ જ ઠાઠ માં રહેશે, જેમ તેઓ અહી રહેતી હતી!
આ મારું વચન છે આપને.."
બંને વેવાઈએ હાથ જોડ્યા...જાન નીકળી ગઈ..સર્વત્ર નીરવતા પથરાઈ ગઈ..
અને સખીઓના ડૂસકે વૈદેહીનું બાળપણ હડસેલાઈ ગયું...!!
જય સિયારામ..
No comments:
Post a Comment