જય સિયારામ..
જાન અયોધ્યા પહોચે છે..માતાઓ એ જાનનું ભવ્ય સ્વાગત કર્યું..
જાન અયોધ્યા પહોચે છે..માતાઓ એ જાનનું ભવ્ય સ્વાગત કર્યું..
માંડવીને ભરત સાથે જોઇને મંથરા મનમાં બબડી,."આવી ગઈ અયોધ્યાની મહારાણી!!"
માતાઓ પોતપોતાની વહુઓ લઈને સભામાં પધારેછે..અને વડીલોના આશીર્વાદ લેવડાવે છે.
થોડીવાર પછી અંગૂઠીરમત જેવી રમતો ચાલી..
સીતારામ બંને મળીને દુધના પાત્રમાં અંગૂઠી શોધવા લાગ્યા...અચાનક રામજીને મુદ્રિકા
મળી ગઈ પરંતુ..હળવે રહીને તેમણે અંગૂઠી સીતાજીના હાથમાં સરકાવી દીધી..
અને સીતાજીને ફરી એકવાર જીતી લીધા!!
તે રાત્રે રઘુનંદન સીતાજીને પૂછેછે,"શું તમે મને મારા દરેક કાર્યોમાં સાથ આપશો?"
સીતાજીએ હા પાડી એટલે રઘુનંદન હસ્યા.."ખોટા કાર્યોમાં પણ સાથે રહેશો?"
આ સાંભળી સીતાજીએ ઉચું જોયું...એટલે શ્રીરામ સમજાવે છે,"આપણે હમેશા
નૈતિક કાર્યો કરવા જોઈએ અને હું એમ જ કરીશ..પરંતુ બની શકે કે ક્યારેક હું માર્ગમાંથી
ભટકી જાઉં..એ સમયે મારો સાથ આપવાને બદલે મને રોકવો એ તમારો ધર્મ હોવો જોઈએ.."
સીતાજીએ સ્મિતથી ઉત્તર વાળ્યો...
શ્રીરામ આગળ બોલ્યા,"દેવી,પતિ પત્ની સંસારરથના બે પૈડાં સમાન છે..બંને ને સાથે ચાલવું જોઈએ..
પરંતુ એ પહેલા આપણે એક બીજાના મિત્રો છીએ..અને એ રીતે જ રહેવું જોઈએ.
.એટલેકે આપણા બંને માંથી કોઈમોટું નથી અને કોઈ નાનું નથી..બંને સમાન છીએ..
જેટલી તમારી ફરજો છે, એટલી જ મારી પણ છે.."
સીતાજી-"હું મારી દરેક ફરજને પૂરી નિષ્ઠાથી નિભાવીશ, સ્વામી!"
શ્રીરામ-"આજે હું તમને એક ભેટ આપવા ઈચ્છુંછું..કોઈ હીરા-ઝવેરાત નહિ,
પરંતુ એક વચન આપુછું.. રાજાઓને અનેક વાર લગ્નો કરવાની છૂટ હોય છે...
પરંતુ મારા જીવનમાં મારી એક જ સહધર્મચારિણી રહેશે..અને એ તમે હશો.
.એ હમેશા યાદ રાખજો કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું સ્થાન લેનારું ક્યારેય
કોઈ નહિ આવી શકે-આ મારું-એક સૂર્યવંશીનું વચન છે.."
સીતાજી-"અને મારું પણ આપને વચન છે કે તન,મન,વચન અને કર્મથી સદા આપની જ સંગીની બનીશ.."
જય સિયારામ..
how romantic...
ReplyDelete