જય સિયારામ...
મહિનાઓ આનંદમાં વીતે છે..નવપરિણીત દંપતી એકબીજાને સમજેછે અને એકબીજાને
અનુરૂપ થવા પ્રયત્ન કરે છે..
મહિનાઓ આનંદમાં વીતે છે..નવપરિણીત દંપતી એકબીજાને સમજેછે અને એકબીજાને
અનુરૂપ થવા પ્રયત્ન કરે છે..
એકવાર ચારે યુગલ મિથીલા જવા નીકળેછે. ત્યાં થોડા દિવસ રોકાઇને જયારે
તેઓ પાછા ફરતા હોયછે ત્યારે તેમના પર રાજાઓની ટુકડી આક્રમણ કરે છે..
આ એ જ રાજાઓ છે જે સીતા-સ્વયંવરમાં નિષ્ફળ નીવડ્યા હતા.
સ્ત્રીઓને છાવણીમાં રાખી કુંવરો લડે છે..જેમાં બાણ લગતા ભરત મૂર્છિત થાયછે.
રામજીએ લક્ષ્મણને નજીકના આશ્રમથી જડીબુટી લાવવા કહ્યું..
લક્ષ્મણ તુર્તજ જાયછે પરંતુ આશ્રમના ગુરુજી સાધનામાં બેઠા હતા..
આશ્રમવાસીઓની મનાઈ છતાં લક્ષ્મણ બુટી લઈને ભરત પાસે પહોચી ગયા.
પરંતુ બુટીનો પ્રભાવ પડતો નથી.
લક્ષ્મણ-"ભાઈ, હું ગુરુદેવની આજ્ઞા વગર જ બુટી લઇ આવ્યો છું ,શું એટલે જ
આ બુટી કામ કરતી નથી?"
શ્રીરામ તરત જ આશ્રમે ગયા. જઈને જુએ તો ગુરુદેવ ક્રોધિત હતા કે
કોઈ અજાણ્યું આજ્ઞા વિના જ બુટી લઇ ગયું..!
શ્રીરામે પરિસ્થિતિ સંભાળી. ગુરુને શાંત પાડી સમજાવ્યા..
ત્યારબાદ ગુરુદેવના આશીર્વાદથી ભરત સાજા થયા..અને યુદ્ધમાં
પણ જીત થઇ.
અયોધ્યા પાછા ફરતા બધાને આ વાતની જાણ થઇ. કૈકેયીજી તો
રામને ભેટી પડ્યા..
શ્રીરામ-"માતે, સાચો ધર્મ તો લક્ષ્મણે બજાવ્યોછે..મુનિનો ક્રોધ વહોરીને પણ
તેને બુટીઓ લાવી આપી." કૈકેયીજીએ લક્ષ્મણને પણ ગળે લગાડ્યા..
માંડવી ભરતને લઈને તેમના કક્ષમાં પહોચી. ત્યાં મંથરા હતી..
સ્મિત સાથે કહે,"આવો મહારાણી! થાકી ગયા હશો તમે..
તમે વિશ્રામ કરો ત્યાં હમણાં જ હું ભોજન પીરસુછું.."
માંડવી-"તમે મને મહારાણી કેમ કહોછો? હું મહારાણી નથી..."
મંથરા-"મહારાજ દશરથના ઉત્તરાધિકારી ભરત છે. તેઓ મહારાજ થાય
તો તમે મહારાણી થયા ને!!"
આ સાંભળી માંડવી હસી પાડી-"અરે! મહારાજ તો રઘુનંદન શ્રીરામ થશે..અને મહારાણી
થશે મારી બહેન સીતા! "-આમ કહી તે હસતી ચાલી ગઈ..
મંથરા મોં મચકોડી પોતાનું કામ કરવા લાગી...
જય સિયારામ...
elder alwayz save their younger siblings...
ReplyDelete