Thursday, October 27, 2011

શિક્ષા પૂર્ણાહૂતિ



જય સિયારામ....

આ બાજુ હવે ચારે ભાઈઓ કિશોરોમાથી યુવાન બન્યાછે..જેમાં રામજીની શોભા તો કંઈક અનેરી જ છે....
સુંદર પુષ્પ જેવું મુખ જે જોતા જ મન શાતા અનુભવે..ખીલેલા કમળ જેવી બે આંખોની જ્યોતિ સામે વાત કરનારને છેવટ સુધી જકડી રાખે,અને વાણીમાં વિનય..
એક આદર્શ માનવમાં કેવા ગુણો હોવા જોઈએ તેનો જાણે જવાબ છે શ્રીરામ..અને ભગવાં વસ્ત્રોમાં તો જાણે કોઈ પ્રખર મુનિ જ સાધના કરેછે તેવું લાગે..

अदभूत हे महिमा दो अक्षरके नामकी....
રામજીની સાથે લક્ષ્મણ પણ એવા જ સુંદર...રામજી  શ્યામ તો લક્ષ્મણ  ગૌર..પરંતુ ક્રોધની માત્રા લક્ષ્મણમાં થોડી વધારેછે..
.હર હંમેશ મોટાભાઈની આજ્ઞા પાળવી અને તેમની સાથે જ રહેવું તે જ જાણે તેમનો ધર્મ છે..
તો ભરત પણ ધર્મની રક્ષા માટે જ જન્મ્યાછે..અને તેમનો પડછાયો છે શત્રુઘ્ન..
ચારેમાં બળ,બુદ્ધિ અને વિદ્યાનું દેવી સરસ્વતી દ્વારા યજ્ઞફળ સિદ્ધ થયુંછે..

પરંતુ ત્રિલોકના
સ્વામિનું આવું વર્ણન એક ચરિત્ર આગળ ઝાખું પડવાનું હતું..તે ચરિત્ર હતું-વૈદેહીનું..
રાજા જનકની આ પુત્રી તેના ગુણો અને વ્યક્તિત્વથી બધી જ્યોતિઓને ઝાંખી પાડી દેતી હતી...કામદેવની સો પત્નીઓનું રૂપ પણ મૈથિલી આગળ પાણી ભરતું હતું...
 જેને બ્રહ્માંડના કોઈ શબ્દકોશના અક્ષરો  ભેગા થઈને પણ વર્ણવવા સક્ષમ નથી, એવું છે વૈદેહીનું વ્યક્તિત્વ..


રાજા જનકને પોતાની પુત્રી માટે હમેશા એક જ વિચાર આવતો.. એમની પુત્રીના ગુણોનું સમ્માન કરવાવાળું કોઈ એમને મળશે કે કેમ એવું લાગ્યા કરતુ..આ જ કારણે તેમને મનમાં સીતાજીના વિવાહ માટે એક યોજના બનાવી લીધી હતી.

થોડા દિવસો બાદ ચારે ભાઈઓની શિક્ષા પુરી થઇ. અને ગુરુદેવે મહારાજ દશરથને સુચના અપાવી દીધી...
આ સમાચારે બધા આશ્રમવાસીઓના હૃદયમાં પીડા આપી દીધી.આટલા વર્ષો જેની સાથે એક સદસ્ય તરીકે રહ્યા હોય , જેના  એક-એક હાવ-ભાવને ઓળખતા હોય, અને જીવનની બધી જ સારી-નરસી પળોને જેની સાથે વહેચી હોય તેનાથી સદા માટે  દુર થવું આટલું અઘરું હશે તેની જાણ તો ખુદ શ્રી રામને પણ નહોતી.
અયોધ્યામાંથી વહેલી સવારે સમાચાર આવી ગયા હતા કે  ચારે ભાઈઓને લેવા સુમંતજીનો રથ નીકળી ગયોછે.
બધા આશ્રમવાસીઓ અયોધ્યા તરફના રસ્તે મીટ માંડી રહ્યા..


 જય સિયારામ....

Sunday, October 23, 2011

માતૃહૃદય..

જય સિયારામ...

દિવસો,મહિનાઓ,વર્ષો વીતી ગયા...
એકબાજુ પુત્રો વિદ્યાભ્યાસ કરેછે તો બીજી બાજુ માતાઓના હૃદયમાં વલોપાત ઉદભવેછે..ત્રણે માતાઓ એક-બીજીને પૂછેછે,"આ તે કેવી શિક્ષા છે! એમને વ્હાલ કરવાનું વખત છે ત્યારેજ આશ્રમના કઠોર તાપ કરવાના?"
રાજા દશરથ પણ વર્ષોથી પુત્રોની પ્રતીક્ષામાં જ રહેછે..
આખરે કૈકેયીજીના કહેવાથી મહારાજ પોતાની રાણીઓને લઈને આશ્રમે પુત્રોને મળવા ગયા...
ઋષિ વશિષ્ઠ  પાસે જઈને પુત્રોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી..
ઋષિજીએ ચારેને આસન ગ્રહણ કરવા કહ્યું,પરંતુ માતાઓની દ્રષ્ટિ તો તેમના સંતાનોને જોવા ચારે બાજુ વીચરતી હતી..
ઋષિજી બોલ્યા," દેવીઓ, હું જાણુંછું કે આપને આપના પુત્રોને મળવાનું ખુબ મન છે..પરંતુ હું કશું જ કરી શકું તેમ નથી..આશ્રમના નિયમોથી હું બાધ્ય છું...તેઓ તેમની સંપૂર્ણ શિક્ષા ગ્રહણ ના કરીલે ત્યાંસુધી કોઈ પરિવારજન તેમને નહિ મળી શકે.."

માતાઓની આંખોમાં નિરાશાનો રંગ પારખી ગુરુજીએ તેમને મનાવવાની ચેષ્ટા કરી,"હવે નિરાશ ના થશો માતાઓ!..જુઓ હવે કઈ એ તમારા નાના ભૂલકા નથી!..મહેલ છોડીને આવેલા નાના બાળકો હવે તો શાસ્ત્રોમાં પારંગત યુવાનો થઇ ગયાછે...!..અને હું નથી ઈચ્છતો કે આ સમયે તમારું મિલન તેમને પોતાના રાહમાંથી વિચલિત કરે..હવે થોડા દિવસો વધુ પ્રતીક્ષા કરીલો..થોડા મહિના પછી તેઓ તમારી પાસે જ રહેવાના છે..."

મહારાજ દશરથે હાથ જોડ્યા,"જેવું આપ કહો ગુરુદેવ!"..ગુરુમાતાને પ્રણામ કરી ચારે ઉદાસ વદને મહેલ તરફ જવા નીકળ્યા..પરંતુ આ વખતે બધા પાસે એક આશા હતી કે હવે માત્ર મહિનાઓની જ  ગણતરી કરવાની છે..

જય સિયારામ...

Tuesday, October 4, 2011

પ્રભુની પરિક્ષા..

જય સિયારામ...

રામજી અને તેમના ભાઈઓ હવે સર્વ શસ્ત્રવિદ્યામાં પારંગત થઇ ચુક્યા હતા..પરંતુ તેમના ગુરુજીએ એ પણ જોવાનું હતું કે પોતાની હાજરી ના હોય ત્યારે પણ તેઓ આટલા જ પરાક્રમી હોય...આ માટે તેમણે સ્વયં જગતના પાલનહારની કસોટી કરવાની હતી.
રોજની દિનચર્યા મુજબ બધા શિષ્યો સવારમાં નદીએ ગાયોને લઈને ગયા..બધા ઋષિમુનીઓ પણ સૂર્યનમસ્કાર કરતા હતા..નાના શિષ્યો પણ ગુરુજીને અનુસરતા હતા..ગાયોને નવડાવતા નવડાવતા કોઈ કોઈ વાર બાળકો એક-બીજા પર પાણી ઉડાડી લેતા હતા અને ભવિષ્ય માટેની યાદો બનાવતા જતા હતા..
આવા સમયે અચાનક એક મુનિવરની ચીસ સંભળાઈ..બધાનું ધ્યાન તે તરફ ગયું...જોયું તો એક મહાકાય મગર મુનિને પાણીમાં તાણી જતો હતો...બધા શિષ્યો ડરના માર્યા પાણીની બહાર ભાગવા માંડ્યા..જે શિષ્યોને પરિસ્થિતિનો તાગ મળ્યો તે પણ આજુ-બાજુ કોઈ સાધન માટે દોડવા લાગ્યા અને બાકીના આશ્રમે મદદ માટે ભાગ્યા...
પરંતુ રામજીએ પાણીમાં જ મગર સાથે બાથ ભીડી..ઘણી જહેમત પછી મુનિવરને મગરે છોડ્યા..
પરંતુ આ શું? મગર ને કોઈ જ ઈજા થઇ હોઈ એવું જણાતું નહોતું..રામજીએ મુનીવર સામે જોયું..તે પણ મંદ મુસ્કાતા હોય તેવું લાગ્યું...સામેથી આવતા ગુરુદેવ સામે રામજીએ પ્રશ્નાર્થ નજરે જોયું...
ગુરુદેવ બોલ્યા,"અભિનંદન વત્સ,તે પરિક્ષાને ઉતીર્ણ કરી છે..આ મગર આપણાજ આશ્રમના ભૂતપૂર્વ શિષ્યોએ બનાવેલો છે... તે પરિસ્થિતિને બરાબર સમજી અને એ પણ જાણ્યું કે અમુક પરિસ્થિતિમાં વિના શસ્ત્ર પણ કાર્ય થઇ શકે છે...ધન્ય છે,પુત્ર..હવે અસ્ત્રો-શસ્ત્રોની તમારી વિદ્યા પૂર્ણ થઇ ગઈ છે..."
રામજી અને બીજા શિષ્યોએ ગુરુજીને વંદન કર્યું...


જય સિયારામ....
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth