Friday, September 2, 2011

હૃદય પરિવર્તન

જય સીયારામ..
આશ્રમ નું જીવન સુખરૂપ વીતવા લાગ્યું...માતા-પિતાથી દુર હોવાની પ્રતીતિને ચારે બાળકોએ દુર હડસેલતા શીખી લીધું....જાણે ગુરુને જ પિતા અને ગુરુમાતાને માતા સમાન માનવા લાગ્યા..
ગુરુજીએ પણ ખુબ જ વાત્સલ્ય સાથે તેમના શિષ્યોને વિદ્યામાં પારંગત કર્યા..પરંતુ અમુક શિષ્યોનું મન કયારેક  હજુ માતા-પિતાને તેમની સાથે તોલતું..
ચારે ભાઈઓએ આશ્રમને પોતાનું ઘર જ ગણ્યું.સવારમાં વ્રુક્ષોને પાણી પાવું,ગાયોને ચરાવવા લઇ જવી,ભિક્ષા માંગવાનું કામ તેઓ કરતા..ઘણી વાર તો ગુરુમાતા સ્નેહથી ઠપકો પણ આપતા..કહેતા,"વત્સ, આ બધું આશ્રમનું કામ જો તમે કરવા લાગશો તો અમે શું કરીશું ?!
શત્રુઘ્નજી પણ લાડથી જવાબ આપતા,"અમને લાડ કરજો...એ કામ તમારું.."
ગુરુજી આ અનોખી વાત્સલ્યની કડીને નિહાળતા અને ગુરુમાતાને ટોકતા પણ ખરા,"દેવી,તેઓ અહી અભ્યાસ અર્થે આવ્યા છે, એવામાં  તમારો સ્નેહ ક્યાંક એમને નબળો ના પડે!એમને બહુ માયા ના લગાડશો.."
ગુરુમાતા પણ તાર્કિક ઉત્તર આપતા,"ગુરુદેવ, તમે તમારો ધર્મ નિભાવો!તમે એમને કઠોર શિક્ષણ આપો, મહાન રાજા બનાવો..હું તેમની કોમળ બાજુનું ધ્યાન રાખુંછું.."

આશ્રમમાં એક શિષ્ય હતો.નામ એનું વિવસ્વાન..તેને ક્યારેય આશ્રમ પ્રત્યે કૃતજ્ઞતા ના હતી..તેને તેનું ઘર છોડ્યાનું દુખ હમેશા રહેતું..
એકવાર સાંજે બધા શિષ્યો પરશાળમાં વાળું કરતા હતા.ગુરુમાતા સહીત બીજી સાધ્વીઓ ભોજન પીરસતી હતી..ત્યાં ભરત કહે,"માતાજી, આજે તો બહુ સ્વાદિષ્ટ ભોજન બન્યુછે..મને તો એવું લાગેછે જાણે મારી માતા મને જમાડી રહી છે.."
આ સાંભળી વિવસ્વાનથી ન રહેવાયું..કહે  ,"કોઈ બીજું કેવી રીતે માતા લાગી શકે??"
રામજી કશુક બોલવા જતા હતા પણ ગુરુદેવના ઈશારે ચુપ રહ્યા...રાતે જયારે ઈશ્વરની પ્રાર્થના માટે મળ્યા ત્યારે ગુરુદેવએ કહ્યું,"વિવસ્વાન હૃદયથી ખરાબ નથી..વધુ સમય ઘરથી અલગ રહેવાને લીધે તે હવે કોઈ બીજાને તેના જીવનમાં સ્થાન નથી  આપી  શકતો.એટલે જ તેનો સ્વભાવ આવો થઇ ગયો છે...હશે.જેમ પરિપક્વ થશે, આપોઆપ સમજી જશે."
જય સીયારામ..

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth