Monday, December 12, 2011

મહર્ષિ વિશ્વામિત્ર આગમન..

જય સિયારામ...

આનંદ-પ્રમોદમાં દિવસો વીતેછે...સુમસાન મહેલોમાં શાંતિની જગ્યા ખીલખીલાહટે લીધીછે. બધા હળી-મળીને રહેછે.

આવે સમયે અનુચર મહર્ષિ વિશ્વામિત્રના આગમનની સુચના લઇ રાજા દશરથ પાસે આવ્યો.
તેઓએ તેમને આદર સહીત અંદર લઇ આવવાની આજ્ઞા કરી.
રાજાએ તેમના ચરણ પખાળ્યા  અને આગતા-સ્વાગતા કરી..
વિશ્રાંતિ બાદ એમણે એમના આવવાનું પ્રયોજન પૂછ્યું.

મુનિજી કહે,"રાજન, અમે ઋષીઓ સંગઠિત થઈને આણ્વિક શસ્ત્રોની સિદ્ધિ માટે એક મહાયજ્ઞ કરી રહ્યા છીએ. પરંતુ લંકાના રાજા રાવણના રાક્ષસો - મારીચ અને સુબાહુ પ્રતિદિન યજ્ઞ ધ્વસ્ત કરી દે છે.
 યજ્ઞના પવિત્ર કુંડમાં રક્ત અને પશુબલી ફેકેછે. તેઓ ઋષિઓને રંજાડવાનું પણ છોડતા નથી."

"તો મારા માટે શી આજ્ઞા છે ગુરુદેવ ?" -રાજાએ હાથ જોડતા પૂછ્યું.

"પહેલા મને વચન આપો કે હું જે યાચીશ તે મળશે  .."-મુનિજી વદ્યા.

"આપની સેવા ખાતર હું મારું મસ્તક પણ ઉતારી આપવા તૈયાર છું.." -રાજાજી બોલ્યા," હું આપને વચનબદ્ધ છું કે આપ જે બોલશો તે તુરત જ થશે.."

"તો મને રામ-લક્ષ્મણ કે જે શસ્ત્રોમાં પારંગત છે તેને લઇ જવા દો. તેઓ રાક્ષસો સામે લડશે."-ઋષિજી વદ્યા.

"આ શું બોલ્યા દેવ? હજુ તો તેઓ નાના છે. હું જાતે પુરી સેના સહીત રાક્ષસોનો સંહાર કરીશ."-રાજાએ વિનંતી કરી.
 આ સાંભળી ગુરુજી ક્રોધિત થયા અને કહેવા લાગ્યા," પહેલા વચનબદ્ધ થવું અને પછી પીછેહઠ કરવી  -શું સુર્યવંશીની આ જ ગરિમા છે?"

રાજાજીએ મુનિને ખુબ બધી વાર મનાવ્યા. પરંતુ તે હઠ પકડી રહ્યા. અંતે ગુરુ વશિષ્ઠની સમજાવટથી મહારાજ તેમને મોકલવા તૈયાર થયા.

મહેલમાં ફરી નીરવ શાંતિ છવાઈ રહી..ઝરૂખામાંથી  માતાઓ રામ-લક્ષ્મણને જતા જુએછે. અને પોતાના અશ્રુ-બિંદુઓને સાચવેછે. ...
જાણે બધાનું હૃદય ગાતું હતું-

राम बिना नहीं जाए जीया, बिन राम कहीं भी जिया नहीं बहले..
रात हो -दिन हो -महेल या सभागृह, रामका दर्शन चाहिए पहले..
रामके रूपमें विष्णु दिखे मुझे , पागल कोई कहे तो कहले,
में तो हु अपने रामका पागल, पागल कोई कहे तो कहले...!!


જય સિયારામ...








1 comment:

  1. so bad to leave ur house when u have just came from long studies...

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth