Sunday, March 18, 2012

સિયા સ્વયંવર ..

જય સિયારામ.. 


આખરે સીતા-સ્વયંવરનો દિવસ આવી ગયો. રાજા જનકે ભવ્ય સમારંભ ગોઠવ્યો. જેમાં દેશ-વિદેશના રાજાઓ, રાજકુમારો, સુર, અસુર, ગાંધર્વ આવ્યા હતા. બધા નિજ આસને બિરાજ્યા હતા. સભાખંડની વચ્ચો વચ્ચ પુષ્પોથી લદાયેલું એક ધનુષ મુકેલું હતું...(જે આ શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવી  શકે, તેને જ મૈથિલી વરમાળા પહેરાવશે તેવું પ્રણ રાજા જાનકે રાખ્યું હતું..)


ત્યાજ દ્વારપાળે શંખનાદ કરી સુચના આપી," બ્રહ્મઋષિ વિશ્વામિત્ર પોતાના બે શિષ્યો રામ તથા
લક્ષ્મણની સાથે સ્વયંવર સભામાં પધારી રહ્યા છે..."
બધાનું ધ્યાન તે તરફ ખેચાયું..


राजकुंवर ते ही अवसर आये,मनहु मनोहर ता तन छाये..
गुणसागर नगर बलबीरा, सुन्दर श्यामल गौर शरीरा..
कटी तू नीर पित पट बांधे,कर सर धनुष बाण काँधे..
कंध वृषभसम के हरी चाला, अतुलित बलनिधि बाहू बिसाला..
देखि लोग सब भये सूहारे, एक टक लोचन चलते न कारे..
जिनकी रही भावना जैसी, प्रभु मूरत तिन देखि तैसी..


બધા એકીટશે આ શ્યામ-ગૌર રાજકુંવરોને  જોવા લાગ્યા...પીળું પીતાંબર પહેરેલા,
 વૃષભ સમાન કાંધો પર ધનુષ-બાણ ધારણ કરેલા અને અતુલિત બળબુદ્ધિ ધરાવનાર આ રાજકુંવરોને જોતા જ  સભામાં અવર્ણનીય શાંતિ પથરાઈ ગઈ..
કોઈને પ્રભુ દેવ લાગેછે તો કોઈને ચક્રવર્તી રાજા..તો કોઈ વળી તેમને કામદેવ સ્વરૂપ નિહાળેછે..જેમણે પ્રભુને ઇર્ષ્યા અને ક્રોધાવેશથી જોયા, તેમને તેઓ યોદ્ધા સ્વરૂપ લાગ્યા..
મુનીઓ તો શ્રીહરિના દર્શનના રસપાનમાં મગ્ન છે..જેમની જેવી ભાવના, તેવા તેમને પ્રભુ દેખાયા..
તેઓ નિજ સ્થાને બિરાજ્યા પછી સભામાં આવેલા રાજાઓની અંદરો અંદર અટકળો ચાલી..-
'કોણ છે આ સુંદર રાજકુંવર?આને તો જોતા જ જાનકી એના પર મોહિત થઇ જશે..'
ત્યાં બીજું કોઈ ધીમેથી બોલ્યું, 'આપણે આપણા બળનો પરિચય રાજા જનક અને સીતાને આપવો પડશે..'
એકે તો કહ્યું,'મને તો લાગે છે કે આ જ જાનકીને પરણશે...'
'જો એવું હોય તો આ સ્વયંવર રાખવાનો શું અર્થ?'
આ બધા વચ્ચે એક સજ્જન બેઠા હશે તે કહે,' નાહક ચિંતા ના કરશો..જે આ શિવધનુષ -ત્ર્યમબકને પ્રત્યંચા ચઢાવવાનું પ્રણ પૂર્ણ કરશે, તેને જ સીતા પ્રાપ્ત થશે..'


હવે રાજા જનકના ભાટ-ચારણો પોતાના રાજાની ગાથા કરવા સભામાં આવી પહોચ્યા અને આગંતુક મહેમાનોને રાજા જનકના ઈતિહાસ તેમજ કુળથી વાકેફ કરવા લાગ્યા..


सुनो सुनो अतिथिगण, सुनो सब सज्जन हम राजा जनककी वंशावली सुनाई रहे..
छोटे से मुखसे बडो बड़ोकी गौरव गाथा गाई रहे...सुनो सुनो अतिथि गण..
इन जनकराजके पुरखोमे "निमी" आये,निमिके मंथन से "मिथिल" महासुत पाए..
महाराज मिथिलसे "मिथिला" नाम पड़ा है,फिर आगे क्रम जनको का बहुत बड़ा है..
है अर्थ जनक का पिता ,सब इनसे स्नेह पिता का पाई रहे...सुनो सुनो अतिथि गण..
महाराज "महारोमा" फिर यहाँ पधारे, सूत उनके "स्वर्णरोमा" हैं सबके प्यारे..
रुण भूप "अश्वरोमा" का कौन चुकाए, इन्हिसे हमने जनक हमारे पाए..
महाराज "विदेह" सुकृत्योसे निजकुल की कीर्ति बढाई रहे...सुनो सुनो अतिथि गण...


રાજાનો પરિચય અપાઈ ગયો..હવે મહારાજ સિંહાસન પરથી ઉભા થયા..
" આપ સર્વેનું આ મહા સ્વયંવરમાં સ્વાગત છે...
સભાની વચ્ચે જે ધનુષ આપ જોઈ રહ્યા છો, એ મને શિવજીનું વરદાન છે..
મારી પુત્રી સીતા પણ એની સાથે જોડાયેલી છે..
આ ધનુષ એટલું ભારે છે કે આજ દિન સુધી કોઈ તેને ઉચકી નથી શક્યું..
પરંતુ વિધીનો ચમત્કાર જુઓ કે મારી પુત્રી નાનપણમાં તેને બહુ જ સરળતાથી ઉચકીને
 તેની સાથે રમેલી છે...એટલે જ મને આ પ્રણ રાખવાની ઈચ્છા થઇ કે
મારી પુત્રીનો પતિ પણ એટલો શક્તિશાળી હોવો જોઈએ..
જે આ ધનુષ ને ઊચકશે, તેમને જ મારી પુત્રી વરમાળા પહેરાવશે..."
બધાને નમસ્કાર કરી મહારાજ ફરી સિંહાસને વિરાજ્યા..

હવે દ્વારપાળે જાનકીના આગમનની ઘોષણા કરી.. બધાની નજર દ્વાર પર આતુરતાથી સ્થિર થઇ ગઈ...

જય સિયારામ. 

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth