Sunday, May 27, 2012

ધનુષ-ભંગ conn..

જય સિયારામ..


શ્રીરામજીએ  ધનુષભંગ કરી સીતાજીને તો જીતી લીધા, 
પરંતુ ધનુષ  તૂટવાથી  એક પહાડ પર તપ  કરી રહેલાપરશુરામ જી અત્યંત  ક્રોધિત  થઇ  ઉઠ્યા..
તેઓ  વાયુવેગે પધાર્યા  અને ક્રોધાવેશમાં બોલવા લાગ્યા,
"ધનુષ  તોડવાનું આ દુસ્સાહસ  કોણે કર્યું?
રાજા જનક , મેં આપને ધનુષનું સમ્માન  જાળવવા કહેલુ..
અને તમે તેની રક્ષા પણ  ના કરી શક્યા?"

તેમનો ગુસ્સો જોઈ  કોઈ  પોતાના સ્થાનથી હલી પણ  ના શક્યું..
શ્રીરામ  આગળ  આવ્યા અને હાથ  જોડી કહ્યું,"ભગવન , મારાથી આ  કાર્ય  થવા પામ્યુંછે..કૃપયા મને ક્ષમા કરો!"
બધા એકીશ્વાસે આ  ઘટના જોઈ  રહ્યા.
કદાચ  હવે પરશુરામજી શ્રીરામને  કોઈ  શાપ  દેશે એ  ભયથી રાજા જનક  આગળ  આવ્યા, 
પરંતુ પરશુરામજીએ  તેમને બોલતા  અટકાવ્યા...

આ જોઈ લક્ષ્મણજીને ક્રોધ આવ્યો..કહે,"જુનું ધનુષ હતું...! હાથ લાગ્યો કે તૂટ્યું!
 એમાં આટલો બધો ક્રોધ શેના માટે? આવા તો કેટલાયે ધનુષ અમે બાળપણમાં તોડી નાખ્યાછે..!
 ભાઈએ કોઈની ક્ષમા યાચવાની જરૂર નથી!"
આવું થવાથી તો પરશુરામજી વધુ ક્રોધિત થયા,"મુર્ખ! વાણીનો  સંભાળીને ઉપયોગ કર..આ કોઈ જેવું તેવું ધનુષ નહોતું..સ્વયં ભગવાન શિવનું ધનુષ હતું!"

શ્રીરામે લક્ષ્મણજીને ચુપ કર્યા અને ફરી પરશુરામજી પાસે ક્ષમાયાચના કરી."દેવ, એ નાનો છે..!
એને ક્ષમા કરશો! મારાથી ભૂલ થઈછે અને આપ જે દંડ દેશો એ મને માન્ય છે..!!"
શ્રીરામના વિનયથી પરશુરામજીનો ક્રોધ ઠંડો પડ્યો..
અને પોતાના ખભેથી એક ધનુષ ઉતાર્યું..કહે,"
રામ, તારા વિવેકથી હું પ્રસન્ન છું...પરંતુ પહેલા મને આ ભગવાન વિષ્ણુના ધનુષ પર બાણ ચલાવીને 
બતાવ.."
ધનુષ હવે શ્રીરામજીના હાથમાં આવ્યું...
જગતના પાલનહારનું ધનુષ સ્વયં પાલનહાર પાસે પાછું આવ્યું હતું!
તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના તીર છોડ્યું..
પરશુરામજી શ્રીરામ પર પ્રસન્ન થયા..અને સીતારામની યુગલ જોડીને આશીર્વાદ આપી વિદાય લીધી!

રાજા જનક હવે રાજા દશરથને જાન લઇ મિથિલા આવવાનું કહેણ મોકલાવે છે...
મિથિલા અને અયોધ્યામાં આનંદ-આનંદ છવાઈ ગયો...
બંને જગ્યાએ લગ્નની જોર-શોરથી તૈયારીઓ થવા લાગી...

જય સિયારામ...

1 comment:

  1. Mamta GangwaniMay 29, 2012

    Koi pan shoorvir vayakti potana vivek vade same vada vyaktinu hraday jiti shake 6e!!

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth